શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 માર્ચ 2022 (09:51 IST)

અમૂલે પશુપાલકોને લિટરે માત્ર રૂપિયા 1.44 આપીને વિવિધ બનાવટોમાં 4.70 પડાવ્યા, 3.26 રૂપિયાનો ચોખ્ખો નફો

અમૂલ દ્વારા કોઇ પણ વસ્તુઓનો ભાવ વધારો કરવા આવે તેની અસર સમગ્ર દેશ સહિત રાજયના પશુપાલકો અને ગ્રાહકો પર પડતી હોય છે. અમૂલ દાણમાં 1 કિલોએ 70 પૈસા નો વધારો કરાયો છે. જેની અસર અન્યદાણ ઉત્પાદકો પર પડશે. જેના કારણે આગામી સપ્તાહમાં અમૂલ સિવાય અન્ય કંપનીના પશુઆહાર પર જોવા મળશે.જેની અસર રાજયના 36 લાખ ઉપરાંત પશુપાલકો પડશે.આણંદ જિલ્લાના પશુપલાકોએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત અમૂલ રો-મટીરિયલ્સમાં વધારો થવા નામે ગ્રાહકો વેચવામાં આવતાં લિટર દૂધમાં 2 અને દહીં અને છાશમાં 2 વધારો કર્યો તેમજ અમૂલ દાણમાં 64થી 70 પૈસાના વધારો કર્યો છે. આમ, પશુપાલકોને રૂ. 1.44 પૈસાનો વધારો આપીને પશુપાલકો અને ગ્રાહકો પાસેથી 4.70 પડાવી લીધા છે. આમ, વિવિધ બનાવટો લિટરે 3.26 નફો કર્યો છે.ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત અમૂલ દ્વારા 1 લી માર્ચ થી પશુપાલકોને 1.44 પૈસાનો વધારો ચુકવ્યો હતો.તેની સામે રો-મટીરિયલ્સના ભાવ વધારો બતાવીને ગ્રાહકોને વેચવામાં અમૂલ દાણની 70 કિલોની ગુણમાં રૂા 45 ભાવ વધારો અને 50 કિલોની ગૂણમાં 35 રૂપિયાનો વધારો ઝીકીને 1 કિલો દાણે 64થી 70 પૈસાનો વધારો કર્યો છે. જયારે અમૂલના અન્ય પશુહારમાં 10થી 20 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળ રહી છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત કેટલ ફીડ ફેકટરી કંજરી અને કાપડીવાવ ફેકટરીમાં અમૂલ દાણનું ઉત્પાદન થાય છે. હાલના ભાવ 50 કિલોની ગુણનો ભાવ 990 અને 70 કિલોની ગુણનો ભાવ1425 હતો. પરંતુ હાલમાં મટીરિયલના ભાવ વધી ગયા હોવાથી દાણના ભાવમાં કિલોએ 64 થી 70 પૈસાનો વધારો કર્યો છે. આગામી 11મી માર્ચથી અમૂલ દાણની 50 કિલોની ગુણમાં રૂા35 વધારો થતાં હવે તે ગૂણ રૂપિયા 1025માં મળશે. જયારે 70 કિલોની ગૂણમાં રૂપિયા 45નો વધારો થતાં 1470માં મળશે.