સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑગસ્ટ 2021 (18:29 IST)

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માટે ઓનલાઇન ટિકીટ બુક કરાવનાર થઇ જાય સાવધાન, ઓનલાઇન બુકીંગ પહેલાં વાંચી લેજો આ સમાચાર

સોશિયલ મીડિયા પર સ્ટેચ્યૂ ઓફ યૂનિટિની ટીક બુક કરાવનાર પર્યટકાન એકાઉન્ટમાં 3 લાખ રૂપિયા ગાયબ
 
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યૂનિટી' પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને ત્યાં દરરોજ હજારો પર્યટક પહોંચી રહ્યા છે. કોરોનાના લીધે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ટિકીટ હાલ ઓનલાઇન જ ઉપલબ્ધ છે. તેના લીધે કેટલાક સાઇબર ઠગોએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જેવી ડુપ્લીકેટ સોશિયલ સાઇટસ ખોલી દીધી છે. તેના દ્વારા લોકોને લૂંટી રહ્યા છે. 
 
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી માટે ઓનલાઇન ટિકીટ બુક કરાવનાર સાવધાન થઇ જાય. કારણ કે વડોદરામાં ટિકીટ બુક કરાવવાના નામ પર સાઇબર ફ્રોડનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જી હાં એક પર્યટક પાસેથી 3 લાખથી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. પર્યટકએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ટિકીટ બુક કરાવવા માટે સોશિયલ મીડિયા પર સર્ચ કરી એક વેબસાઇટ પરથી ટિકીટ બુક કરાવી હતી. એકાઉન્ટમાંથી પૈસા કપાતા છેતરપિંડીનો કેસ સામે આવ્યો. સાઇબર ક્રાઇમની ટીમ કેસ તપાસ કરી રહી છે. 
 
સાઇબર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના કેવડિયામાં રહેનાર ધીરાભાઇ મનાભાઇ ડામોરે ઓનલાઇન ટિકીટ માટે સોશિયલ મીડિયા પર અહેં વેબસાઇટ સર્ચ કરી હતી. આ દરમિયાન તે એક ડુપ્લીકેટ વેબસાઇટ પર જતા રહ્યા. આ દરમિયાન ઠકોએ તેમના એકાઉન્ટની બધી ડિટેલ લઇ લીધી અને એક એકાઉન્ટ પરથી ટિકીટ બુકના નામે બીજી બેંક એકાઉન્ટની ડિટેલ લઇ લીધી અને આ પ્રકારે તેમના ખાતામાંથી 3,05,951 રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા. 
 
ધીરાભાઇએ જણાવ્યું કે તેમના એક્સિસ અને એસબીઆઇમાં બે એકાઉન્ટ છે. ઠગોએ એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી 1,47,582 રૂપિયા અને ફોન પે વડે એસબીઆઇ ખાતામાં 1,58,369 નિકાળી લીધા હતા. ઠગોએ ટિકીટ બુક કરવાના નામે તેમની પાસેથી ઓટીપી પૂછ્યો હતો. પરંતુ ધીરાભાઇને ખતરાને સમજી શક્યા નહી અને આ પ્રકારે તેમણે પોતાના ખાતમાંથી રકમ ગુમાવવાનો વારો આવ્યો. સાઇબર પોલીસે આઇટી એક્ટની કલમ 66ડી અનુસાર કેસ દાખલ કર્યો છે.