શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (13:28 IST)

result

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો ઓવરબ્રિજ બનશે, નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનશે
 
ઉત્તર ઝોનના નરોડા પાટિયા ખાતે બ્રિજ બનાવવાની દરખાસ્ત છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી હતી
 
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 20 જેટલા ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યું
 
રૂ. 165 કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે
 
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેરનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તા સુધી બનવા જઈ રહ્યો છે. આજે મળેલી રોડ એન્ડ બિલ્ડિગ કમિટીમાં સળંગ ઓવરબ્રિજ બનાવવાની રૂ. 165 કરોડની રિવાઈઝ્ડ દરખાસ્ત ફિઝિબિલિટી રિપોર્ટ સાથે સરકારના શહેરી ગૃહ નિર્માણ ખાતામાં મોકલવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવા મંજૂર કરવામાં આવી છે. આ ઓવરબ્રિજ 2.5 કિલોમીટર લાંબો હશે. વર્ષ 2025 સુધીમાં આ ફ્લાય ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ જશે.
 
આધુનિક ડિઝાઈન સાથે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે
 
રોડ એન્ડ બિલ્ડિગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ માહિતી આપવામાં આવી હતી કે, શહેરનો સૌથી મોટો ઓવરબ્રિજની અમદાવાદીઓને ભેટ મળવા જઇ રહી છે. અમદાવાદ શહેરનો સૌથી લાંબા ઓવરબ્રિજ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામા આવી છે આધુનિક ડિઝાઇન સાથે આ બ્રિજ રૂ. 165 કરોડના ખર્ચે નરોડા પાટિયા જંક્શનથી નરોડા ગેલેક્ક્ષી ક્રોસ રોડ સુધી બનશે. જે ત્રણ નરોડા પાટિયા જંકશન, નરોડા દેવી સિનેમા અને નરોડા ગેલેક્સી ક્રોસ રોડ ત્રણ જંક્શન ઉપરથી આ બ્રિજ પસાર થશે.