શનિવાર, 7 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 માર્ચ 2021 (11:49 IST)

સુરતમાં આફ્રીકન સ્ટ્રેનનો પ્રથમ કેસ, વધુ બે યૂકેના મળ્યા

શહેરમાં આફ્રીકન સ્ટ્રેનએ પણ દસ્તક આપી દીધી છે. પહેલીવાર એક આફ્રીકન ને બે યૂકે સ્ટ્રેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યૂકે સ્ટ્રેનના જે દર્દી સામે આવ્યા છે, તેમાં એક મનપા એંજીનિયર છે જ્યારે બીજી તેમની જ પત્ની છે. બીજી તરફ આફ્રીકન સ્ટ્રેનથી પીડિત દર્દી હિરાના વેપારી છે. તે બિઝનેસને લઇને મોટાભાગે આફ્રીકન દેશોમાં અવર જવર કરે છે. 
 
ડોક્ટર આ બંને સ્ટ્રેનના વેરિએન્ટ ઓફ કં સન સ્ટ્રેન નામ આપી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના અનુસાર કામરેજ નિવાસી 41  વર્ષીય યુવક 9 ફેબ્રુઆરીના બોટ્સવાના સાઉથ આફ્રીકાથી આવ્યા હતા. પછી તેમને શરદી તાવ થયો હતો. 19 ફેબ્રુઆરીના રોજ તેમનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેમને 20 ફેબ્રુઆરીના રોજ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની માતા (58) અને પુત્ર (12) ને ભરતી કરાવવામાં આવ્યા હતા. તમામ આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 
 
તમામના આફ્રીકન સ્ટ્રેન તપાસ માટે સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હતા. તેમાં ફક્ત યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે યુવકને 5 માર્ચના રોજ ડિસ્ચાર્જ કરી દીધો હતો. તેનો આરટીપીસીઆર રિપોર્ટ પણ નેગટિવ આવ્યો હતો. પત્ની અને પુત્ર અત્યારે એડમિટ છે.
 
તો બીજી તરફ અઠવા ઝોન નિવાસી તથા મનપા એંજીનિયર 56 વર્ષીય આધેડ 51 વર્ષીય તેની પત્નીને ફેબ્રુઆરીમાં કોરોના થયો હતો. તેની કોઇ હિસ્ટ્રી નથી. 24 ફેબ્રુઆરીના રોજ કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તેના સેમ્પલ પૂણે મોકલ્યા હતા, જેનો યૂકે પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન એંજીનિયરે પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તે પહેલાં 6 માર્ચના રોજ યૂકે સ્ટ્રેનના ત્રણ કેસ આવ્યા હતા. આ પ્રકારે હવે યૂકેના કેસ સુરત શહેરમાં આવી ચૂક્યા છે. 
 
ડો. અશ્વિન વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે કોરોનાના અલગ અલગ સ્ટ્રેન આવી રહ્યા છે તો વિશેષજ્ઞોએ આ વેરિએન્ટ ઓફ કં સન સ્ટ્રેન કહેવામાં આવ્યા છે. પરંતુ સારવારમાં કોઇ ફેરફાર થયો નથી. દર્દીઓમાં સાધારણ લક્ષણ મળ્યા હતા. ફેફસાંનો સિટી સ્કેન, એક્સરે, બ્લડ ટેસ્ટ પછી એંટિબાયોટિક, તાવ આવતાં પેરાસિટામોલ, ખાંસી માટે કફ સિરપ, ગરમ પાણી અને નાસ લેવાની રીત વડે ઉપચાર કરવામાં આવે છે. શંકાસ્પદ સ્ટ્રેનવાળા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલના કોવિડ 19 હોસ્પિટલના ત્રીજા માળે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.