1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (09:41 IST)

સુરતમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીનું મોત

સુરત: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ગોડાદરામાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિની ઢળી પડી, બેભાન થયા બાદ મોત થતા અરેરાટી મચી ગઈ છે. 
 
સુરતમાં ગોડાદરામાં ધો. 8ની વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં એકાએક બેન્ચ પરથી પડી જતાં શિક્ષક સહિત ક્લાસ ગભરાયો, હોસ્પિટલમાં સારવાર પહેલાં જ મોત થયા, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બેભાન થયા બાદ તેણીને હોસ્પિટલ લઇ જવાતા હાજર ડોક્ટરે તેન મૃત જાહેર કરી હતી.
 
ગોડાદરા વિસ્તારની એક ખાનગી સ્કૂલમાં 13 વર્ષીય એક વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં જ અચાનક બેભાન થઇ ગઈ હતી.પ્રિન્સિપલ સહિતનો સ્ટાફ તેણીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ ડોકટરે તેણીને મરણ જાહેર કરી હતી.આ સમગ્ર ઘટના ક્લાસ માં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી