ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 માર્ચ 2023 (18:08 IST)

સુરત અને વડોદરાના વાતાવરણમાં અચાનક પલટા બાદ વરસાદ ખાબક્યો, ખેડૂત પર વીજળી પડતાં મોત

surat vadodara rain
રાજ્યમાં આવનારા પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરે અચાનક વડોદરા શહેરમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. બપોર પછી ગાજ વીજ સાથે અલગ અલગ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં.

ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદ સાથે કરા પડ્યાં હતાં. તો રાજ્યના બીજા કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી.તાપીમાં પણ  મલંગદેવ અને ઓટા વિસ્તારમાં બરફનાં કરા પડ્યા હતા.  સોનગઢ તાલુકાના દક્ષિણમાં આવેલ મલંગદેવ અને ઓટા ગામમાં બરફનાં કરાની વર્ષાથી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો.સુરત જિલ્લામાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે.

સુરતના ઉમરપાડા તાલુકાના વાતવરણમાં આવ્યો પલટો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદની સાથે કરા પડ્યા હતા. ઉમરપાડા તાલુકાના ખોટા રામપૂરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.કમોસમી વરસાદની સીધી અસર ધરતી પુત્ર પર થઇ શકે છે. ભારે પવન સાથે વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં ઉભા પાક ચણા,મકાઈ, તુવેર સહિત વિવિધ શાકભાજી ને વધું નુકશાન થવાના સમાચાર મળી રહ્યા છે. શાકભાજી સહિતના અનેક પાકોને નુકશાન થયાના અહેવાલો છે. બીજી તરફ વડોદરાના પાદરા ના લતીપુરા વિસ્તારમાં ખેતરમાં મરચા વિણતા ખેડૂત પર વીજળી પડતાં ખેડૂતનું મોત નિપજ્યું છે.