શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 માર્ચ 2017 (10:59 IST)

વડોદરામાં શિક્ષાના નામ પર કરવામાં આવેલી આગાહી, ACB એ કર્યુ ભાંગફોડ

વડોદરામાં શિક્ષાના નામ પર કરોડોની ઉગાહીનો મામલો સામે આવ્યો છે. વડોદરાના વાઘોડિયા સ્થિત સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહને એંટી કરપ્શન બ્યુરોએ 20 લાખની લાંચ લેતા રંગે હાથે પકડી લીધા છે. એસીબીએ જ્યારે આ મામલાની શોધ કરી તો સેંકડો કરોડોનો મામલો સામે આવ્યો. અમદાવાદમાં મેડિકલ માફિયા કેતન દેસાઇને દિલ્હી સીબીઆઇએ લાંચના કેસમાં પકડયાં પછી અમદાવાદની એક વિર્દ્યાિથનીને પરીક્ષામાં બેસવા દેવા માટે રૂ 20 લાખની લાંચ લેતાં ઝડપાયેલા સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક ડો.મનસુખ શાહના નિવાસ્થાને તેમજ ઓફિસમાં એસીબીની ટીમે સર્ચ કરતાં રૂ.101 કરોડના ચેક, રૂ.43  કરોડની એફડી ઉપરાંત ચાર વૈભવી કાર, 50 તોલા દાગીના મળી રૂ.1 કરોડના અસ્ક્યામતો તેમજ દસ્તાવેજો હાથ લાગ્યા હતા.
 
અમદાવાદના વાસણા ખાતે રહેતા અને દેવ હોસ્પિટલ ચલાવતા અને પીડિયાટ્રિશ્યન ડો.જસ્મીના દેવડા અને તેમનાં પતિ દિલીપ પણ ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કરે છે. તેમની પુત્રી વડોદરાની સુમનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરે છે. ડોકટર દંપતીએ 31  લાખ ફી ભર્યા બાદ પણ ફાઇનલ પરિક્ષાનું ફોર્મ ભરવા અને તેમાં બેસવાના 20 લાખ માગ્યાં હતા. ડોક્ટર દંપતીએ 20 લાખ કેમ ભરવા તે અંગે તેમનાં ઓળખીતા ડોક્ટર ધ્રુવિલ શાહને વાત કરી હતી. તેમની હાજરીમાં ડો.મનસુખ શાહે 20 લાખ આપવા પડશે નહીં તો યુનિ. સ્ટુડન્ટ સેક્શનમાં પરિક્ષાનું ફોર્મ ભરવા દેવામાં આવશે નહીં, તમે ભરત સાવંત સાથે વાત કરી લો, તેમ જણાવ્યું હતંુ, તેથી ડોક્ટર દંપતીએ મનસુખ શાહ વતી નાણાં સ્વીકારતા ભરત ઊર્ફે વિનોદ સાવંત અને અશોક નરસિંહ ટેલરે 20 લાખ કેવી રીતે આપવા તેની વાત કરી હતી. વાતચીત મુજબ ડોક્ટર દંપતીએ 20 લાખની રોકડની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી 20 લાખના ચેક આપ્યા હતા. ત્યાર બાદ રોકડ 20 લાખ આપ્યાં પછી ચેક પરત લેવાની ડીલ થઇ હતી. દરમિયાનમાં 20 લાખના રોકડની વ્યવસ્થા થતાં ડોક્ટર દંપતીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ લઇ ટ્રેપનું આયોજન કર્યું હતું, જેમાં સાત ટીમો એક સાથે અમદાવાદથી વડોદરા ટ્રેપ કરવા રવાના થઇ હતી. વડોદરાની એસીબી ટીમને પણ અજાણ રખાઇ હતી. રૃપિયાની માગણી કરતા હોવાના વારંવાર મનસુખ અને વચેટિયા ભરતે ફોન કરી ડોક્ટર દંપતી પાસે નાણાંની માગણી કરી હતી. એસીબીએે ૨૭ ફેબ્રુઆરીએ છટકું ગોઠવતા વિનોદ યાદવરાવ સાવંત અને અશોક નરસિંહ ટેલરને 20 લાખ સ્વીકારતા પકડયાં બાદ મનસુખ શાહે ફોન પર ૨૦ લાખની માગણીને સમર્થન આપતા ત્રણેયની ધરપકડ કરી હતી.