મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જુલાઈ 2020 (11:03 IST)

સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ 23 જુલાઈથી શરૂ

કોરોના મહામારી વચ્ચે પણ સુરતમાંથી વિદેશ જતા લોકો માટે સારા સમાચાર છે. સુરતના એરપોર્ટ પરથી ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગોનું સીધું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યાંથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાની શક્યતા છે. સુરતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે એર ઈન્ડિયા એરલાઈન્સની શરૂ થઈ છે. 
 
મળતી માહિતી પ્રમાણે, સુરતથી ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોની સીધી ટીકીટ મળશે. તેના માટે 23 જુલાઈ 2020થી એર ઈન્ડિયાનો પ્રારંભ થશે. એર ઇન્ડિયાની દિલ્હી ફ્લાઈટની ટીકીટથી સીંગલ પીએનઆરથી જઈ શકશે. સુરતમાંથી સીધા વિદેશ જનારી ફ્લાઈટ અઠવાડિયામાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે આ સુવિધા ચાલું કરવામાં આવી છે. 
 
૩જીથી સુરતને મળનારી આ સુવિધા લોકો માટે આર્શીવાદરૂપ બનશે. અઠવાડિયામાં બે દિવસ મળનારી આ સુવિધામાં સુરતથી સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટ 6.30 વાગે ઉપડશે. તેવી રીતે સુરતથી ન્યૂયોર્કની ફ્લાઈટ 4.45 વાગે અને સુરતથી શિકાગોની ફ્લાઈટ 5.20 વાગે ઉપડશે.