સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2024 (17:09 IST)

સૂરત નગર પાલિકાની મોટી કાર્યવાહી, સાર્વજનિક સ્થાનો પર થૂંકનારાઓ પર લાખોનો દંડ

spitting
Surat Municipality Action Against Spitters: સુરતમાં પહેલીવાર મોટી સંખ્યામાં થૂંકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાએ જુદા જુદા વિસ્તારમાં રૂ.9 લાખનો દંડ ફટકાર્યો છે. દિવાળી-નવા વર્ષ સહિત રસ્તા પર થૂંકવા બદલ 5200 લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
 
બ્રિજ, ડિવાઈડર, રોડ અને સર્કલના કલરકામને નુકસાન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે હવે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના 4500 સીસીટીવી દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે. જેના કારણે જાહેર સ્થળોએ થૂંકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
 
સીસીટીવીની મદદથી થઈ કાર્યવાહી 
ઉલ્લેખનીય છે કે, ઉત્સવ સમયે ઝોનમાં કરોડોના ખર્ચે બ્રિજ, રસ્તા અને સર્કલને રંગવામાં આવ્યા હતા, પરંતુ ગુટખા ખાધા પછી થૂંકતા લોકોએ આ બ્યુટીને બગાડી નાખ્યું હતું. જેના કારણે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરના 4500 કેમેરા દ્વારા જાહેર સ્થળોએ થૂંકનારા સમાચાર પર નજર રાખવામાં આવી છે અને થૂંકનારા પકડાયા છે.
 
સીસીટીવી દ્વારા આવા 5200 લોકો પર 9 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે. નગર પાલિકાનો દાવો છે કે પ્રદેશમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. જો કે કાર્યવાહી પછી પણ આવા  થૂંકનારા લોકો સુધરવાનુ નામ નથી લઈ રહ્યા. તેથી નગર પાલિકાએ આવનારા દિવસોમાં સખતી વધારવા અને દંડની રકમ ડબલ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.