ગુરુવાર, 8 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (11:14 IST)

સુરતમાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાનું કારની અડફેટે મોત

surat accident news
સુરતમાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. પાંડેસરામાં ચાલુ બાઈકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને કારે અડફેટે લેતાં મોતને ભેટી હતી. દિવાળી વેકેશનના ખુશીના માહોલમાં વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. 5 વર્ષના પ્રેમલગ્નમાં ફરવાની ખુશી માતમમાં ફેરવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે બનેલી આ દુઃખદ ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.બિપિન શ્રીવાસ્તવ (નાના ભાઈ)એ જણાવ્યું હતું કે ભાઈ વિમલ અલથાણ આનંદ હોમ્સમાં રહે છે. મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરે છે. ભાભી સોનલ સાથે પ્રેમલગ્ન કરીને 5 વર્ષ જ થયાં હતાં. કોઈ બાળક ન હતું. અમને આજે સવારે ફોન આવ્યો કે ભાઈ-ભાભીનો પાંડેસરામાં અકસ્માત થયો છે. ઝડપથી સિવિલ પહોંચી જાઓ, અહીં આવ્યા તો ભાભીનો મૃતદેહ જોવા મળ્યો, આખો પરિવાર શોકમાં છે.વિમલે જણાવ્યું હતું કે અમે આજે મુંબઈ જઈ રહ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. ઘરેથી નીકળ્યાને કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, એટલે એને લેવા સોનલ ગઈ હતી. બસ, પલક ઝબકતાં જ કોઈ ફોર-વ્હીલ કારનો ચાલક સોનલને અડફેટે લઈ હવામાં ફંગોળી નાસી ગયો હતો. નજરે જોયેલી ઘટના પછી પણ વિશ્વાસ થતો નહોતો. સોનલ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. દોડીને તત્કાલિક તેને સારવાર માટે સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી. આ સાંભળી જાણે હૃદય બંધ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. સોનલને હાથ પર નાના-નાના દાણા નીકળ્યા હતાં. બીજી બાજુ, વેકેશન હતું. એટલે મુંબઈ ફરવાની સાથે પરિચિત ડૉક્ટરને બતાવવાનું આયોજન કરી પ્રવાસે નીકળ્યા હતા. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પ્રેમલગ્નને 5 વર્ષ જ થયાં હતાં. હજી દુનિયા જોવાની બાકી હતી અને વિધાતાએ લગ્નજીવનની દોર જ તોડી નાખી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.