ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2022 (09:55 IST)

સુરતની મહિલા ઉદ્યોગપતિએ 1200 રીયલ ડાયમંડ વડે બનાવ્યું અનોખું બ્રોન્ચ, પીએમ મોદીને આપશે ભેટ

સુરતના સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે તા.૧૬ થી ૧૯ ડિસે. દરમિયાન આયોજિત ‘રૂટઝ જ્વેલરી એક્ઝિબિશન’ની ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. મંત્રીએ પ્લેટિનમ હોલમાં સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસિયેશન (SJMA) દ્વારા ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ની થીમ હેઠળ આયોજિત બી ટુ બી જ્વેલેરી પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ડાયમંડ-જ્વેલેરી વિશે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. 
 
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ ઈન્ડસ્ટ્રીના વિકાસ તેમજ ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનના આયોજન જરૂરી હોય છે. એક્ઝિબિશનમાં જ નવા બાયર્સ મળે છે અને સપ્લાયરની સાથે સ્થળ પર જ મિટીંગ પણ કરી શકાય છે. બિઝનેસ માટેનું આખું નેટવર્ક ઉભું કરવા સાથે જ્ઞાન વધારી શકાય છે. એક્ઝિબિશનની વિવિધ પ્રોડકટસ વિશે માહિતીના આધારે ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનોને વધુ બહેતર બનાવી શકે છે. બિઝનેસ પાર્ટનર્સ માટે પણ એક્ઝિબિશન જરૂરી છે, ત્યારે રૂટઝ જ્વેલરી એક્ઝિબિશન થકી ડાયમંડ જ્વેલરી ક્ષેત્રના ઉદ્યોગકારોને નવી દિશા મળશે. 
 
સુરતમાં એક ખાસ પ્રકારનું બ્રોન્ચ તૈયાર કરવામાં આવ્યું છે. મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટિયાએ તૈયાર કરેલા બ્રોચમાં 9.50 કેરેટના 1200 રીયલ ડાયમંડ જડવામાં આવ્યા છે. આ બ્રોચ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. આ ખાસ પ્રકારનું બ્રોચ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે.
 
9.50 કેરેટના 1200 રીયલ ડાયમંડ જડિત આ બ્રોચને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે અને દેશના ભવિષ્યના તમામ વડાપ્રધાન શપથ વખતે આ બ્રોન્ચ પહેરે તેવી આ બ્રોચ બનાવનાર મહિલા ઉદ્યોગપતિ પ્રીતિ ભાટિયાની ઈચ્છા છે. આ બ્રોચની ખાસિયત એ છે કે, આ બ્રોચને ફેરવશો તો નવા સંસદ ભવનની ડિઝાઈન તેમજ અશોકસ્તંભ સ્તંભ જોવા મળે છે.
 
આ બ્રોચના બોક્સને પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિઝાઇન તૈયાર કરવામાં મહિલા ડિઝાઇનરોનો સિંહ ફાળો છે. પંદર દિવસ સુધી રાત દિવસ મહેનત કર્યા બાદ જ આ ફાઈનલ લુકમાં તૈયાર થયો છે.
 
પ્રીતિ ભાટિયાએ જણાવ્યું હતું કે, માત્ર 15 દિવસમાં ડિઝાઇન તૈયાર કરીને આ બ્રોન્ચ તૈયાર કરવામાં આવ્યું છે. પીએમ મોદીના રાષ્ટ્રહિત લક્ષીકાર્યો તેમજ તેઓ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, આ બંનેથી પ્રભાવિત થઈને આ બ્રોન્ચ તૈયાર કર્યું છે. 9.50 કેરેટના 1200 હીરા છે રોઝ ગોલ્ડમાં આ તૈયાર કરવામાં આવ્યું છે. ચારે સિંહની આંખોમાં લીલા રંગના એમરલ ડાયમંડ જોવા મળશે જે એક સમૃદ્ધિના પ્રતીક છે.
 
બ્રોન્ચની ડિઝાઇન પણ ખૂબ જ ખાસ છે, હાલ જે નવા સંસદ ભવન તૈયાર થઈ રહ્યો છે તેની પ્રતિકૃતિ પણ આ બ્રોન્ચમાં જોવા મળશે. મધ્યમાં અશોક ચક્ર સ્પષ્ટપણે જોવા મળશે. જ્યારે આ બ્રોન્ચને મધ્યમાં આવેલા સર્કલને ફેરવી શકાશે. નવા સંસદ ભવન અને ત્યાર પછી અશોક ચક્ર જોવા મળશે. અશોક ચક્ર માટે ખાસ હીરા લગાડવામાં આવ્યા છે અશોક ચક્રમાં નીલમમાં લગાડવામાં આવ્યા છે જે તેને વધુ આકર્ષક બનાવે છે અને આ એક શક્તિનું પ્રતીક છે.