યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા યુપી ઈલેક્શનના પ્રચાર દરમિયાન ગુજરાત વિશે અનેક ટિપ્પણીઓ કરાઈ હતી. ત્યારે સુરતમાં રહેતા યુપીવાસીઓએ અખિલેશ યાદવ પર ગુજરાતની ટાક કરવા બદલ ગુસ્સો ઠાલવ્યો છે. સુરતના આઠવા ગેટ ખાતે યુપીવાસીઓ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર જાહેરમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. જેથી સુરત શહેરમાં સ્થાયી થયેલા યુપીવાસીઓ દ્વારા ગુજરાત કી અસ્મિતા બચાવ રેલી યોજવામાં આવી હતી. હમ સમસ્ત ઉત્તર ભારતીય ગુજરાત કા હે હિસ્સા હૈ, ગુજરાત કા અપમાન હમારા અપમાન હૈ જેવા બેનરો લઇ નારા લગાવી યુપીવાસીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા યુપીવાસીઓએ જાહેરમાં અખિલેશનો વિરોધ કર્યો હતો. આ રેલી સુરતના અઠવા ગેટથી નીકળી કલેક્ટર ઓફિસ પહોંચી હતી. જ્યાં તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી અખિલેશ યાદવ સામે વિરોધ નોંધાવ્યો હતો