બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (17:25 IST)

સ્વચ્છતા અભિયાનમાં વડોદરાવાસીઓએ મેક્સિકોનો રેકોર્ડ તોડ્યો

વડોદરાએ અનોખી રીતે સફાઈ કરીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. રવિવારે 50,000 લોકો હાથમાં છાડું લઈને અશોક દાંડિયા બજાર રોડ પર સફાઈ કરવા માટે ઉતરી પડ્યા હતા. આ સફાઈ કરીને સૌથી વધુ લોકોએ એક સાથે મળીને કરેલી સફાઈનો રેકોર્ડ બનાવ્યો છે.આ અગાઉ મેક્સિકોમાં આ વર્ષે 26મી ફેબ્રુઆરીએ 1,767 લોકોએ એક થઈને સફાઈ કરીને રેકોર્ડ બનાવ્યો હતો જેને વડોદરા વાસીઓએ તોડી નાખ્યો છે. વડોદરામાં આટલું મોટું સફાઈ અભિયાન હાથ ધરવા બદલ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડે વડોદારા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ને સર્ટિફિકેટ એનાયત કર્યું છે.આ સફાઈ અભિયાનમાં લગભગ 50,000 લોકોએ હાજરી આપી હતી. મ્યુનિસિપલ કમિશનર, ડૉ. વિનોદ રાવે આ અંગે આનંદ વ્યક્ત કરીને જણાવ્યું કે, આ પ્રકારના આયોજન પાછળનું કારણ લોકો સ્વચ્છતા અંગે સભાન બને તેવું હતું, શહેરને ચોખ્ખું રાખવાની જવાબદારી VMCની છે અને શહેરને હમેશા ચોખ્ખું રાખવાની સામુહિક જવાબદારી શહેરીજનોની પણ છે. રાજ્યના સંસ્કારી રાજધાની તરીકે પ્રખ્યાત વડોદરાએ સફાઈની જવાબદારી પણ સંભાળી છે.’શહેરીજનો ઝાડું ઉપાડીને અકોટા-દાંડીયા બજાર રોડ પર સફાઈ કરીને શહેરીજનોએ મેયર ભરત ડાંગર અને વડોદરાના ધારાસભ્ય રાજન ભટ્ટની હાજરીમાં શહેરને ચોખ્ખું રાખવાની પ્રતિજ્ઞા લીધી. આ મહિનાની શરૂઆતમાં સ્વચ્છ સર્વેક્ષણ-2017ની જાહેરાતમાં વડોદરાનો 434 શહેરોમાં 10મો રેંક અને જે 10 લાખથી વધુની વસ્તી ધરાવતા નગરોમાં સ્વચ્છતાના ધોરણમાં વડોદરા 9માં સ્થાને રહ્યું છે.