સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જુલાઈ 2022 (17:54 IST)

અમદાવાદમાં ટપોરીઓએ જાહેરમાં જન્મદિવસની પાર્ટી કરી, તલવાર અને છરાથી કેક કાપી

Taporis In Ahmedabad Threw Public Birthday Parties, Cut Cakes With Swords And Knives, Burst Crackers.
અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક વખત હાથમાં તલવાર લઈને જાહેરમાં બર્થ ડે ઊજવવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, પરંતુ પોલીસ કાર્યવાહીને કારણે થોડા સમયથી આવી ઘટનાઓ બંધ થઈ ગઈ હતી, પરંતુ ફરીવાર આવી ઘટનાઓ શરૂ થવા પામી છે. અમદાવાદના અમરાઈવાડીમાં કેટલાક ટપોરીઓએ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી.

આ ઘટનામાં પોલીસે આરોપી બાપ-બેટા સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાજેશ અને કિશન રાજપૂતે જાહેરમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરી હતી. કિશન રાજપૂતનો જન્મદિવસ હોવાથી તેની સાથે રાજેશ સહિતના ટપોરીઓ હાથમાં તલવાર અને છરા લઈને જાહેરમાં કેક કાપી રહ્યા હતા. તેમણે જાહેરમાં કેક કાપીને ફટાકડા પણ ફોડ્યા હતા. આ દરમિયાન નજીકમાં રહેતાં ASI જગજીવનભાઈ પરમારે આ પ્રકારે જન્મદિવસની ઉજવણી નહીં કરવા જણાવતાં કિશન સહિતના લોકોએ તેમની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.જગજીવનભાઈએ તેમને સમજાવવા જતાં ટપોરીઓએ જાતિવિષયક શબ્દો બોલીને ગાળાગાળી કરી હતી. આ સમયે કિશન રાજપૂતના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે પણ દીકરાને સમજાવવાની જગ્યાએ તેનો પક્ષ લઈને ફરિયાદીને હથિયારો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પિતા પુત્ર સહિત 6 લોકો સામે જાતિવિષયક અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપવા મામલે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરાઈ છે.