ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (19:03 IST)

અમદાવાદના ટેમ્પો ચાલકે વેક્સીન લીધી તો લકી ડ્રો માં મળ્યો 70 હજારનો આઈફોન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં તારીખ 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર લાભાર્થીઓને રૂપિયા 70,000નો આઈફોન આપવાની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. લકી ડ્રો મારફતે આ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બહેરામપુરા વિસ્તારમાં રહેતા અને લોડિંગ ટેમ્પો ચલાવતા કિશન મકવાણા નામના વ્યક્તિને લકી ડ્રોમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને આઈફોન આપવામાં આવ્યો હતો.
 
કોર્પોરેશન દ્વારા કિશનને ફોન કરી અને તેઓને વેક્સિનના લકી ડ્રોમાં આઈફોન લાગ્યો છે. તેવો કોર્પોરેશન તરફથી ફોન કરી જાણ કરવામાં આવી તો તેઓને વિશ્વાસ થયો ન હતો. બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ તેઓના આધારકાર્ડ પરથી સરનામું શોધી અને તેમના ઘરે ગયા હતા. આજે મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરુણસિંહ રાજપૂતના હાથે તેઓને આઈફોન આપવામાં આવ્યો હતો.
 
કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેનાર અને iPhoneના લકી ડ્રોમાં આઈફોન જીતનાર અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા કિશન મકવાણા નામના યુવકે જણાવ્યું હતું કે, એક ડિસેમ્બરના રોજ તેઓએ કોરોના વ્યક્તિ નો બીજો લીધો હતો. 1 અઠવાડિયા પહેલા જ્યારે ડ્રાઇવિંગ કરતા હતા ત્યારે તેમણે કોલ આવ્યો કે તમે લકી ડ્રોમાં આઈફોન જીત્યો છે ત્યારે ફોનને ફેક સમજીને તેમણે કટ કરી નાખ્યો. ત્યારબાદ કોર્પોરેશને ઘણી કોશિશ કરી પણ તેમનો ફોન સ્વીચ ઓફ જોવા મળ્યો.  આરોગ્ય વિભાગના અધિકારીઓએ તેઓના આધાર કાર્ડમાંથી સરનામું શોધી અને તેઓના ઘરે પહોંચી ગયા હતા. કોર્પોરેશન તરફથી તેઓને ફોન લાગ્યો હોવાનો વિશ્વાસ આપી અને સમજાવતા આજે સ્ટેન્ડિંગ કમિટી બાદ તેઓ પરિવાર સાથે કોર્પોરેશન આવ્યા હતા. જ્યા તેમને આઈફોન આપવામાં આવ્યો.