બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (15:11 IST)

આમ આદમી પાર્ટીએ વધુ 20 ઉમેદવારોના નામ જાહેર કર્યા, કુલ 73 ઉમેદવારોના નામની ઘોષણા

aam aadmi party
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ચૂંટણી ગરમાવો જામી રહ્યો છે. વાત-વિવાદોનો માર વધી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ અને ભાજપ દ્વારા દિલ્હી મોવડીમંડળને ઉમેદવારીઓની પ્રથમ સંભવિત યાદી મોકલવામાં આવી હોવાના અહેવાલ વચ્ચે આમ આદમી પાર્ટી ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે.



aam aadmi party list

 

ગુજરાત ઈલેક્શનને લઈને ઉમેદવારો જાહેર કરતી આ છઠ્ઠી યાદીમાં વધુ 20 નામ બહાર આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ છઠ્ઠી યાદી જાહેર કરતા કુલ 73 ઉમેદવારોના નામની ઘોષણા થઈ ચૂકી છે.સૌથી મોટા નામ પર નજર કરીએ તો મહેસાણા બેઠક એટલેકે વર્તમાન MLA નીતિન પટેલની બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ભગત પટેલ પર વિશ્વાસ બતાવ્યો છે. આ સિવાય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સામે વડગામથી દલપય ભાટિયાનું નામ જાહેર કર્યું છે.