ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (13:19 IST)

આજથી બદલાઈ ગયો વર્ષો જૂનો RTO નો નિયમ

આજથી ગુજરાતમાં બદલાઈ ગયા છે વર્ષો જૂનો RTO નો નિયમ. જો તમે પણ નવું વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યાં છો તો હવેથી તમારે નહીં ખાવા પડે આરટીઓ કચેરીના ધક્કા. આજથી વાહન ખરીદનારને RTOના ધક્કામાંથી મળશે મુક્તિ. નવા વાહન ખરીદનારને આજથી નંબર સાથે જ મળશે વાહન. 
 
આજથી ગુજરાતમાં નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન મળશે
નવા નિયમ મુજબ હવેથી જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે. નંબર પ્લેટ બદલવાનું કામ હવે વાહન ડીલરો કરશે. ગુજરાતમાં આજથી નવું વાહન નંબર પ્લેટ લાગ્યા બાદ જ માલિકને મળશે.
 
 હવેથી શોરૂમમાંથી વાહન ખરીદતા જ નંબર પ્લેટ લગાવી આપવામાં આવશે. નંબર પ્લેટ લાગ્યા બાદ જ વાહન શોરૂમમાંથી બહાર નીકળી શકશે. જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.