મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑક્ટોબર 2022 (10:48 IST)

Rahul Koli- ફિલ્મ ‘છેલ્લો શોના એક્ટરનું નિધન

last film
ગુજરાતી ફિલ્મ  છેલ્લો શો' (The Last Film Show)ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થયું છે. છેલ્લો શો ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટર રાહુલ કોલીનુ માત્ર 10 વર્ષની ઉમરમાં કેંસર હોસ્પીટલમાં ક્યુકેમિયા રોગથી નિધન થઈ ગયુ છે. રાહુલના પિતા રિક્ષા ડ્રાઈવર છે  તેમના નિધનથી દરેક દુખી છે. જાનમગરના હાપાનો રહેવાસી રાહુલની પ્રાર્થના સભા તેમના નિવાસસ્થાને યોજાઈ હતી. 
 
ફિલ્મ છેલ્લો શો 14 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. પરંતિ તે પહેલા જ તેમનો ચાઈલ્ડ એક્ટર રાહુલનુ નિધન થઈ જતા ખૂબજ દુખદ છે. 
 
ગુજરાતી ભાષાની આ કમિંગ ઓફ ઍજ ડ્રામા ફિલ્મ શુક્રવાર (14 ઓક્ટોબર) ના રોજ સમગ્ર ભારતના થિયેટરમાં રિલીઝ થવાની હતી ત્યારે પ્રેક્ષકો હવે તેને ગુરુવારે રાત્રે એટલે કે એક દિવસ અગાઉથી જોઈ શકશે.એટલું જ નહીં. 95મા એકેડેમી એવૉર્ડ માટે તેની પસંદગીને ધ્યાનમાં રાખીને, લાસ્ટ ફિલ્મ શો હવે 95 સિનેમાઘરોમાં રૂ.95 ની ટિકિટ ના ભાવ સાથે રજુ કરાશે.
 
ભારતની 95મા ઓસ્કાર સિલેક્શન ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂ. ની ટિકિટ કિંમત પર રિલીઝ થશે.ઓસ્કાર માટે ભારતની ઓફિશ્યિલ એન્ટ્રી લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના થિયેટર રિલીઝ માટે દર્શકોની ઉત્તેજના ખૂબજ છે.