મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (15:48 IST)

ચોટીલામાં આધેડ બાદ મહિલાના મોતથી પોલીસ દોડતી થઈ, મોતનું રહસ્ય અકબંધ

murder case
સુરેન્દ્રનગરના ચોટીલામાં એક કારમાંથી ગઈકાલે લોહીલુહાણ હાલતમાં એક આધેડ મળી આવ્યા હતા. બાદમાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આ મામલે પોલીસે તપાસ હાથ ધરતાં પોરબંદરમાં આધેડના ઘરની બાજુમાં પાડોશમાં રહેતી એક મહિલાની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી.

આ બનાવને લઈ આધેડના મોતનું રહસ્ય ઘેરાયું છે. જ્યારે મહિલાની લાશ મૃત આધેડના ઘરેથી મળી આવતાં પોલીસ પણ આ બે મૃતદેહને લઈને ગોથે ચડી છે. પોલીસ એફ.એસ.એલ અને સાયન્ટિફિક રીતે બંનેનાં મોતનાં રહસ્યો જાણવા માટે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી રહી છે.પોરબંદર શહેરમાં આવેલા નવી ખડપીઠ વિસ્તારમાં રહેતા અશ્વિન બળેજા તેની પત્ની કંચન બળેજા અને તેમની બે દીકરીઓ સાથે રહેતા હતા. ત્યારે અશ્વિનના જણાવ્યા અનુસાર તેની પત્ની કંચન કે જે પ્રેગનન્ટ હતી. તે બે દિવસ પહેલાં સવારે આંગણવાડીમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ ઘરે પરત નહીં આવતાં અને તેનો ફોન પણ બંધ હોવાથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બાતમીને આધારે અશ્વિન બળેજાની નજીકના જ ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નો કે જે લિસ્ટેડ બૂટલેગર હતો. તે મુન્નાનું ઘર પણ બે-ત્રણ દિવસથી બંધ હોવાથી પોલીસે મામલતદાર સહિતની હાજરીમાં પંચનામું કરી તાળું તોડ્યું હતું. જ્યાં ઘરમાંથી લોહીમાં લથબથ હાલતમાં ગુમ થયેલાં કંચન બળેજાનો મૃતદેહ જોવા મળ્યો હતો.મૃતક મહિલાના પતિ અશ્વિન બળેજાએ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા મુન્ના સાથે મારી પત્નીને બિલ્કુલ બનતું ન હતું. પાડાશી મુન્નો તેના દીકરા સાથે અહીં રહેતો હતો અને દારૂ વેચતો હતો. મારી ઘરવાળી તેનાથી ડરતી નહીં, એને કારણે મુન્નાને ખૂબ ગુસ્સો આવતો હતો. મૃતકના પતિએ તો આ મુન્ના પર અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા હતા કે આ મુન્નાએ આ વિસ્તારમાં સગીર વયની બે દીકરીઓ સાથે પણ ન કરવાનુ કર્યું હતું. મારી ઘરવાળીને પણ તેણે જ બળજબરીથી ઘરમાં લઈ જઇ તેનું મોત નીપજાવ્યું હશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. સાથે મહિલાના પતિએ મુન્નાના ઘરમાં CCTV લાગેલા હોવાની વાત કરતાં પોલીસે એ માર્ગે તપાસ હાથ ધરી છે.