બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , સોમવાર, 20 માર્ચ 2023 (14:21 IST)

વિધાનસભામાં સરકારની જાહેરાત, શ્રમિકોના લઘુતમ માસિક વેતનની રકમમાં 24.63 ટકાનો વધારો

શ્રમિકોને પહેલાં 9 હજાર 887.80 રૂપિયા વેતન મળતું હતું તેમાં 2 હજાર 436.20 રૂપિયાનો વધારો કરાયો
 
 
ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે લઘુતમ માસિક વેતનની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં શ્રમિકોના માસિક વેતનમાં 24.63 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. 
 
46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકોના વેતનમાં વધારો
શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કલમ 44 હેઠળ 46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 
 
માસિક વેતનની રકમમાં 24.63 ટકાનો વધારો
46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં શ્રમિકો અને લઘુતમ વેતનદારોને અગાઉ માસિક વેતન 9 હજાર 887.80 રૂપિયા મળતું હતું. તેમાં 2 હજાર 436.20 રૂપિયાનો વધારો કરીને હવે શ્રમિકોને માસિક વેતન 12, હજાર 324 રૂપિયા આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.