1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 27 ઑક્ટોબર 2021 (11:51 IST)

Corona Gujarat - ગુજ્જુ દિવાળીમાં રહો સાવધાન, 50 દિવસ પછી ગુજરાતમાં વધ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં નોંધાયા 30 નવા કેસ

ગુજરાતમાં કોરોનાની વિદાય થઈ ગઈ છે એવુ સમજીને નિશ્ચિત થઈને ફરી રહ્યા છે. આજકાલ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ ક્યાય જોવા મળી રહ્યુ નથી. ઘણા સમય બાદ છેલ્લા 24 કલાકમાં 30 નવા કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દી સાજા થયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એકનું મોત નોંધાયું છે. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8 કેસ નોંધાયા છે. જ્યારે 6 શહેર અને 30 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 ટકા પર સ્થિર રહ્યો છે.
 
અગાઉ 5-7 ઓક્ટોબર, 9 ઓક્ટોબર અને 20 ઓક્ટોબરે એક-એક  મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે બીજા દિવસે કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 6 વ્યક્તિઓના મોત થયા છે. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 464ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 88 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 205 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 171 એક્ટિવ કેસ છે, જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 166 દર્દીની હાલત સ્થિર છે.