1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2023 (12:14 IST)

વાવાઝોડા પહેલા વરસાદ તૂટી પડ્યો

delhi rain
Cyclone- વાવાઝોડું બિપરજોયઃ હાલમાં ભારતમાં ચક્રવાત બિપરજોય નામનું વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. ચક્રવાતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. બિપરજોય વાવાઝોડું દરિયા કિનારે ત્રાટક્યું ત્યારથી સરકાર અને એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દરિયાકિનારા ખાલી કરાવવામાં આવ્યા છે. તેની અસર ટ્રાફિક પર પણ જોવા મળી રહી છે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. 
 
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જામનગર, પોરબંદર, મોરબીમાં પણ ભારે વરસાદ તો ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.

મોરબીમાં પણ ભારે વરસાદ તો ભરૂચ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. જેમ જેમ તે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે છે, તેમ તે તેની સાથે તોફાની પવન અને ભારે વરસાદ લાવી રહ્યું છે.