ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 જૂન 2023 (19:35 IST)

વાવાઝોડું આખરે જખૌમાં ટકરાયુ, મધરાત સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે, કચ્છ માટે પાંચ કલાક ભારે

cyclone landfall
cyclone landfall
અરબ સાગરમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ આખરે જખૌમાં લેન્ડફોલ થયું છે. અચાનક વાવાઝોડાની સ્પીડ વધી જતાં જખૌમાં ઝડપથી ટકરાયું છે.  બિપોરજોય વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિ.મીનો છે. હવે ખતરનાક સમય શરૂ થઈ ગયો છે. જખૌ પાસેથી વાવાઝોડાની આંખ પસાર થશે. હવે આ વાવાઝોડુ અઢી કલાકમાં તેની પૂર્ણ ગતિએ પહોંચશે.

વાવાઝોડાની અસર આગામી ત્રણતી પાંચ કલાક સુધી જોવા મળશે. દરિયાકાંઠે હાલ તોફાની પવન અને વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકાના તળાવ ગામમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ઘૂસતા લોકો પરેશાન બન્યા છે. તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આખા ગામમાં ગોઠણડૂબ પાણી ઘૂસી ગયા છે. આથી રસ્તાઓ પર પસાર થવા લોકોને હાલાકી પડી રહી છે.

વાવાઝોડુ 15 કિ.મીની ગતિએ માંડવી અને કરાચી વચ્ચે આગળ વધી રહ્યું છે. કચ્છમાં હાલમાં 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જે 125થી 140 કિ.મીની ઝડપે પણ ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે ગુજરાતના 131 તાલુકાઓમાં વરસાદ થયો છે. રાત્રિના 12 વાગ્યા સુધી લેન્ડફોલની પ્રકિયા ચાલુ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી પાંચ કલાક ભારે છે. બિપોરજોય વાવાઝોડાને પગલે ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી દીધી છે. વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ થઈ ગયું છે. એસટી વિભાગ દ્વારા પણ દરિયાઈ સીમા પર મોનિટરિંગ કરાઈ રહ્યું છે. GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત કચ્છ, જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ, વેરાવળ, દ્વારકા, ખંભાળિયામાં ST બસનું સંચાલન બંધ કરાયું છે