બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 24 સપ્ટેમ્બર 2024 (08:58 IST)

ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે

rain in gujarat
બંગાળની ખાડીમાં હાલ બે સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલાં છે અને આ બંને ભેગાં થઈને એક નવી સિસ્ટમ બનશે. હવામાન વિભાગ પ્રમાણે આ આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા બની જશે 
અને તે ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.
 
આ સિસ્ટમને કારણે બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી ભારે વરસાદ પડશે અને ફરીથી ચોમાસાના અંતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં આ મહિનાના અંત સુધી 
છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
 
25થી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે.
 
હાલની સ્થિતિ અને હવામાનનાં મૉડલ્સ દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં આ મહિનાના અંત સુધી છુટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.