શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (17:40 IST)

અમદાવાદમાં આ તારીખથી યોજાશે કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો ની આ થીમ હશે

માર્ચ 2022 પછી કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યાર બાદ દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે અનેક પ્રકારની ઈવેન્ટો રદ કરવામાં આવી હતી. અમદાવાદમાં કોરોનાને કારણે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનું આયોજન થઈ શક્યું નહોતું જે આ વખતે અનેક નવિનતાઓ સાથે કરવામાં આવશે. તે ઉપરાંત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શો યોજવાની પણ તૈયારી કરી દેવામાં આવી છે. આગામી 25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્લાવર શો યોજાશે. જેમાં 14 દિવસ માટે 2.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ફ્લાવરશોમાં સ્કૂલ અને 12 વર્ષથી નાના બાળકોને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે. રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન ખાતે નાની ક્યારીઓ વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે કાંકરિયા કાર્નિવલનું ઉદ્ધઘાટન કરવામાં આવશે.દર વખતે કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો ની એક થીમ બનાવવામાં આવે છે. ત્યારે આ વખતે G20 સમિટ, આઝાદી અમૃત કાળ, આયુર્વેદિક, સ્પોર્ટ્સ સહિતની થીમ પર કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. 200 થી વધુ પ્રજાતિના 5 લાખથી વધુ દેશી વિદેશી ફૂલ છોડ જોવા મળશે. તે ઉપરાંત 20થી વધુ સેલ્ફી પોઇન્ટ, વિવિધ પશુ પંખી અને વિષયના આકર્ષક ફલાવર સ્કલ્પ્ચર આકર્ષણના કેન્દ્ર રહેશે. ફ્લાવર શોમાં 30 રૂપિયા એન્ટ્રી ફી લેવાશે. જેમાં સ્કૂલ અને 12 વર્ષથી નાના બાળકોનો પ્રવેશ ફ્રી રહેશે. ફ્લાવર શોના 14 દિવસ દરમિયાન રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલો અટલ બ્રિજ બપોરે બે વાગ્યા પછી બંધ કરી દેવામાં આવશે. ફ્લાવર શોમાં આવતી ભીડને અનુલક્ષીને તંત્ર દ્વારા અટલ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.