સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 25 મે 2021 (21:38 IST)

કોરોનાને કારણે 577 બાળકો થયા અનાથ, સગા-સંબંધીઓ સાથે રહી રહ્યા છે

કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેરને કારણે ભારતમાં હોબાળો મચી ગયો છે. આ જીવલેણ વાયરસ ઘણા પરિવારોને બરબાદ કરી ગયો.આ વાયરસથી ઘણા આખાને આખા પરિવાર વેરવિખેર થઈ ગયા છે. એએનઆઈના જણાવ્યા અનુસાર, કોરોનાના કહેરના કારણે અત્યાર સુધી 577 બાળકોએ તેમના માતા પિતા ગુમાવ્યા છે.  બધા તેમના નજીકના સગાસંબંધીઓ સાથે રહી રહ્યા છે.  મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તે બાળકોની દેખરેખ માટે રાજ્ય સરકારો સાથે સંપર્કમાં છે.
 
જો કે, અહીં સવાલ એ છે કે જે બાળકોને પરિવાર નથી મળી શક્યું નથી અથવા જેમની માહિતી હજુ સુધી એકત્રિત કરી શકાઈ નથી, ત્યાં કેટલી પરેશાની થઈ રહી હશે. આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાથી માતા-પિતાનુ મોત થઈ જવાને કારણે બાળક અનાથ થઈ ગયા છે, જેમને અપનાવવાની જરૂર છે
 
યુનિસેફ દ્વારા મંગળવારે યુપીના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન મીડિયા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કોવિડ અસરગ્રસ્ત બાળકો માટેના પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓએ બાળકોની મદદ અને કોરોનાથી પ્રભાવિત પરિવારના બાળકો માટે આપવામાં આવેલા હેલ્પલાઈન નંબર 1098 અને 181 વિશે માહિતી આપી હતી.
 
મહિલા અને બાળ વિકાસ વિભાગના નિદેશક મનોજકુમાર રાયએ કહ્યું કે આજકાલ બાળકોના ફોટા મૂકીને સોશિયલ મીડિયા પર બધું લખવામાં આવી રહ્યું છે, આ બરાબર નથી. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જણાવે છે કે આ બાળકોની ઓળખ જાહેર ન થવી જોઈએ. બીજી બાજુ એક ટાસ્ક ફોર્સ બનાવવાને પણ જોર આપવામાં આવ્યુ, જો આવા બાળકો જેમને માતા પિતા ગુમાવ્યા કે કોઈ એકને ગુમાવી દઈધા કે જેમના માતા પિતા પોઝિટિવ છે એવા બાળકોને શોધીને બાળ કલ્યાણ સમિતિઓ યોગ્ય આદેશ પ્રદાન કરશે.