રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 એપ્રિલ 2022 (19:05 IST)

દિવાલ ધરાશાયી થતા બે સગા ભાઈ સહિત 3 ના મોત, લગ્ન લખવાનો પ્રસંગ માતમમાં ફેરવાયો

wall collapsed
ખાલી પ્લોટમાં સાફ સફાઈ ચાલી રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થઈ હતી. દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે આવી જતાં ત્રણ લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે. કાંજિયા પરિવારમાં પુત્ર-પુત્રીના લગ્ન લખાય તેના એક દિવસ પહેલા જ દીવાલ પડતા પિતા સહિત ત્રણ લોકોના મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. દીવાલ પડવાની દુર્ઘટનામાં બે સગાભાઈ સહિત ત્રણ ભાઈઓના મોત નિપજ્યા છે.
 
કાંજિયા પરિવારમાં ખુશીના પ્રસંગમાં માતમ છવાયો
 
કાંજિયા પરિવારમાં દીકરા-દીકરીના લગ્ન હોય પરિવારજનો લગ્નની તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. આવતીકાલે લગ્ન લખવાના હતા. જેથી હકાભાઈ, વિપુલભાઈ અને મહેશભાઈ પ્લોટની સફાઈ કરવા પહોંચ્યા હતા. સફાઈ કરી રહ્યા હતા ત્યારે જ બાજુના મકાનની દીવાલ ધરાશયી થતા ત્રણેય દટાઈ ગયા હતા. સંતાનોના લગ્ન લખાય તે પહેલા જ પિતા સહિત ત્રણ લોકોના મોત નિપજતા કાંજિયા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.
 
એક જ પરિવારના ત્રણ લોકોના મોત
પરિવારમાં રાત્રે માતાજીનો માંડવાના પ્રસંગ હોવાને કારણે પરિવારજનો ઉત્સવનો માહોલ હતો અને વ્યવસ્થા ગોઠવાઈ રહી હતી ત્યારે અચાનક દિવાલ ધરાશાઈ થતાં દિવાલ નીચે પરિવારના ત્રણ લોકો આવી જતાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.