1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ડિસેમ્બર 2022 (12:22 IST)

આજે ભાજપના ત્રણ નિરીક્ષકો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નક્કી કરશે, કમલમ ખાતે બેઠક શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવીને જીત હાંસિલ કરી છે ત્યારે હવે ગાંધીનગર ખાતે નવી સરકાર રચવા માટે ભાજપે કવાયત તેજ કરી દીધી છે. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. કમલમમાં ધારાસભ્ય દળની બેઠક શરૂ.

આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય દાળના નેતાની પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવશે. ગુજરાતના નવી સરકારની શપથવિધિ 12મી ડિસેમ્બરના રોજ યોજાશે. ગુજરાતમા 14મી વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી છે. આ માટે સરકારની મુદ્દત હજુ બાકી હોવાથી 14મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  ગુજરાતના વર્તમાન સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામુ આપ્યા બાદ રાજ્યપાલે 14મી વિધાનસભાના વિસર્જનનો હુકમ જાહેર કર્યો હતો. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળી છે. તે ઉપરાંત આજે દિલ્હી હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલને તેડુ મોકલ્યું છે. તેઓ આજે દિલ્હી રવાના થશે.