બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (11:16 IST)

Todays Top 10 News of Gujarat - વલસાડમાં ભર શિયાળે માવઠું, ખેડૂતો ચિંતામાં

valsad rain
valsad rain
વલસાડ જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. ધરમપુરના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદનુ આગમન થયું છે. આવધા,રાજપુરી ,ગોરખડા અને મોહપાડા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ તરફ આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
 
- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ  
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીની અસર યથાવત્ છે. હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડા પવનોથી તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે
 
- સુરતમાં ધંધામાં રોકાણની સ્કીમની લાલચ આપીને 96.23 લાખની છેતરપિંડી, 3 આરોપીઓ ઓફિસને તાળું મારીને ભાગી ગયા  
પ્રાથમિક વિગતો મુજબ સુરતના ભેસ્તાનમાં ધંધામાં રોકાણની સ્કીમની લાલચ આપીને છેતરપિંડી કરાઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં 16 લોકો પાસે 96.23 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું અને 1ના દોઢ ગણા રૂપિયા કરવાની લાલચ આપી હતી. આ તરફ રોકાણ કરાવ્યા બાદ આરોપીઓએ હાથ ઉંચા કરી દીધા અને 3 આરોપીઓ ઓફિસને તાળું મારીને ભાગી ગયા હતા.
 
- શિયાળામાં કેસર કેરીના ભાવ દસ ગણા 
પોરબંદરના બરડા પંથકમાં આવેલા આંબાના બગીચામાં હાલ શિયાળાના સમયમાં કેટલાક આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે. એક સપ્તાહમાં આજે ત્રીજી વખત કેસર કેરીની આવક જોવા મળી હતી. આજે કેસર કેરીનાં બે બોકસની આવક જોવા મળી હતી, જેમાં એક કેરીનું બોકસ રૂ.10 હજારમાં વેચાયું હતું.
 
- ગાંધીધામ, ભુજ અને અમદાવાદથી નકલી EDની ટીમ પકડાઈ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલીઓની ભરમાર ચાલી રહી છે. નકલી સરકારી ઓફિસ, નકલી પોલીસ, નકલી CBI, નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી મંત્રીના પીએ, નકલી આર્મી મેન, નકલી શાળા, નકલી કચેરી બાદ હવે નકલી EDની આખે આખી ઝડપાઈ છે. કિરણ પટેલના નકલીપણા બાદ રાજ્યમાં નકલીઓ બોલબાલા વધી હોય તેમ અવાર-નવાર બોગસ અધિકારીઓ ઝડપાઈ રહ્યાં છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે નકલી EDની ટીમને ઝડપી પાડી છે.
 
-  રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 
સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. આમ, હવે પેન્શનર્સ અને કર્મચારીઓને 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
 
- સોશિયલ મીડિયા વાપરનારી દિકરીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો 
આંકલાવમાં સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનેલ ઇસમે મધરાત્રે યુવતીના ઘરમાં ઘૂસી તેની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ તરફ યુવતીના પિતા જાગી જતાં ઈસમ નાસી છૂટ્યો હતો. જોકે આ મામલે યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ હવે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે પણ ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં યુવકને ઝડપી લીધો હતો.