રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 માર્ચ 2018 (12:37 IST)

મેવાણીનું વધુ એક વિવાદિત ટ્વિટ, આ તો સરકાર છે કે સર્કસ ?

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિવાદિત નિવેદન અને ટ્વિટ કરવા માટે જાણીતા છે. તેમના નિવેદન અને ટ્વિટ મોટેભાગે સરકાર વિરોધી હોય છે. ત્યારે તાજેતરમાં જ તેમના દ્વારા સરકારના તમામ વિભાગોની કામગીરી સામે સવાલ ઉઠાવતું ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે સરકારની સર્કસ સાથે સરખામણી કરી હતી. તેમનું આ ટ્વિટ સોશિયલ મિડિયામાં ભારે વાઇરલ થઈ ગયું હતું.

મેવાણીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, આપણા રક્ષામંત્રી ક્યારેય સુરક્ષાની વાત નથી કરતા, નાણાંમંત્રી અર્થતંત્રની વાત નથી કરતા, ગૃહમંત્રી ક્યારેય લોકોની સુરક્ષાની વાત નથી કરતા,અને આપણા વિદેશમંત્રીને તો વિદેશમાં જવાનો મોકો જ નથી મળતો, તેમનું કામ તો મોદીજી દ્વારા જ કરવામાં આવે છે. આ સરકાર છે કે સર્કસ. જીજ્ઞેશ મેવાણીનું આ ટ્વિટ ગણતરીની કલાકોમાં વાઇરલ થયું હતું. અને લોકો દ્વારા તેમના આ ટ્વિટ અંગે ટ્વિટર પર વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. આમ જીજ્ઞેશ મેવાણીના આ ટ્વિટ પર ટ્વિટર યુઝરો દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. જેમાં કેટલાક લોકો જીજ્ઞેશ મેવાણીનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે કેટલાક ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. અને મેવાણીનું આ ટ્વિટ ભારે વાઇરલ થઈ રહ્યું છે.