ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2022 (16:55 IST)

ઉપલેટામાં કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતાં જોડિયા ભાઈનાં મોત

ઉપલેટાના ગણોદ અને વાડાસડા ગામે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતાં જોડિયા ભાઈના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જોડિયા ભાઈ મહેશ ચૌહાણ, મનોજ ચૌહાણ અને તેની સાથેનો યુવાન જામજોધપુરના ગોપ ગામેથી તરસાઇ ગામે ઢોલ વગાડવા જઇ રહ્યા હતા.
 
કારચાલકે પાછળથી બાઈકને ટક્કર મારી
પ્રાપ્ત વિગત મુજબ, જોડિયા ભાઈ મહેશ મનજી ચૌહાણ(ઉં. વ.25 ), મનોજ ધનજી ચૌહાણ (ઉં.વ.25 ) અને નગીન લાલજી ઢાંકેચા ટ્રિપલ સવારી બાઇકમાં કાલે રાત્રે જામજોધપુર તાલુકાના ગોપથી તરસાઈ મુકામે ઢોલ વગાડવા જતા હતા.