ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (17:27 IST)

અમદાવાદમાં રેલવે પાટા પર અકસ્માતની બે ઘટનાઓ બની, બેના મોત એક ઈજાગ્રસ્ત

અમદાવાદમાં રેલવે અકસ્માતો બાબતે પોલીસે અનેક વખત લોકોને સતર્ક રહેવા માટે અભિયાન ચલાવ્યું છે. ખોખરા પોલીસે પણ જાગૃતિ માટે નાગરિકોને સતર્ક કરીને ઓવરબિજ નો ઉપયોગ કરીને જોખમી રીતે રેલવે ફાટક અને રેલ પાટાઓમા અવરજવર ના કરવાની તાકીદ પણ કરી હતી. ત્યારે આજે માત્ર પાંચ જ કલાકમાં રેલવે પાટા પર અકસ્માતની બે ઘટનાઓ બની છે. જેમાં બે વ્યક્તિઓના મોત થયાં છે અને એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રનું વૃદ્ધ દંપત્તિ મણિનગર રેલવે ફાટક નંબર 308 પર ટ્રેનની અટફેડે આવતાં તે બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા રવિન્દ્ર નાલે અને તેમના પત્ની લલિતા નાલે મણિનગરમાં દક્ષિણિ વિસ્તારમાં સ્વજનની સ્મશાન યાત્રામાં આવ્યાં હતાં. સ્વજનની સ્મશાન યાત્રા હાટકેશ્નર પહોંચી રહી હતી તે જ સમયે આ વૃદ્ધ દંપત્તી ટ્રેનની અડફેટે આવી ગયાં હતાં અને તેમનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. રવિન્દ્ર નાલે રેલવેના પૂર્વ કર્મચારી હતાં. ત્રણ દિવસ પહેલાં જ મણિનગર આવીને જૂનાગઢની યાત્રા કરી હતી. ત્યાંથી આવીને તેો મરણ ગયેલ સ્વજનની સ્મશાન યાત્રામાં સામેલ થવા પાટા ઓળંગીને જતાં હતાં ત્યારે જ આ ઘટના બની હતી. 
બીજી તરફ ખોખરાથી મણિનગર રેલવે ઓળંગવા જતા ફૂટ ઓવરબ્રિજ કાર્યરત કરાયો હતો. જે ઘણા લાંબા સમયથી બંધ હતો. જેને પોલીસે તાજેતરમાં જ શરૂ કરાવ્યો હતો. ખોખરા પોલીસે ફાટક નહીં ઓળંગવા માટે અનેક વખત અભિયાન અને સતર્કતા જાગૃતિના કામો પણ કર્યા હતાં. પોલીસે જોખમી રીતે ફાટક ક્રોસ નહીં કરવા લોકોને તાકિદ પણ કરી હતી. તે છતાંય લોકોની માનસિકતામાં કોઈ ફર્ક નહીં પડતાં આવી કરૂણ ઘટનાઓને અંજામ મળી રહ્યો છે. 
 
આ ઘટનાની સાથે સાથે અમદાવાદના ખોખરા અનુપમ રેલવે ઓવરબ્રિજ પાસે પણ એક અકસ્માતની ઘટના બની હતી. સુરેશ કોરી નામનો યુવાન ગારમેન્ટમાં કામ કરતો હતો. અગમ્ય કારણોસર તે રેલવે પાટાની વચ્ચે બેચી ગયો હતો. ત્યારે ધસમસતી આવી રહેલી ટ્રેનની નીચે આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોકોએ આ ઘટનાને લઈને 108નો સંપર્ક કર્યો હતો. 108ની મદદથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.