બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: વડોદરા , શુક્રવાર, 12 જુલાઈ 2024 (18:18 IST)

કરજણઃ એક જ ગામના બે નેતાઓએ જીવન ટૂંકાવ્યું, આજે ભાજપના નેતાએ આપઘાત કર્યો

Two leaders of the same village cut their lives short,
Two leaders of the same village cut their lives short,
 જિલ્લાના કરજણમાં ભાજપના નેતા અને APMCના વાઈસ ચેરમેન રજની પટેલે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.9મી જુલાઇએ કોઠાવ ગામના મહિલા સરપંચના પતિએ દવા પીને આત્મહત્યા કરી હતી. ત્યારે આજે ગામના ડેપ્યુટી સરપંચ અને કરજણ APMCના વાઇસ ચેરમેને આપઘાત કરતાં કંઈક શંકાસ્પદ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. રજની પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. 
 
APMCમાં વાઇસ ચેરમેન હતા અને ભાજપના નેતા હતા
કરજણ APMCના વાઇસ ચેરમેન રજની પટેલે કરજણ તાલુકાના કોઠાવ ગામમાં આવેલા તેમના ઘરે આજે સવારે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને તાત્કાલિક કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતા. કરજણ પોલીસ હોસ્પિટલમાં દોડી ગઇ હતી અને રજની પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. રજની પટેલ છેલ્લા એક વર્ષથી કરજણ APMCમાં વાઇસ ચેરમેન હતા અને ભાજપના નેતા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. 
 
4 દિવસમાં જ બે નેતાઓએ આપઘાત કર્યો
કરજણ પોલીસે આપઘાતનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે. 9 જુલાઇના રોજ કોઠાવ ગામના મહિલા સરપંચના પતિ સુનિલ પટેલે દવા પીને આત્મહત્યા કરી હતી અને આજે કોઠાવ ગામના ડેપ્યુટી સરપંચ અને કરજણ APMCના વાઇસ ચેરમેન રજની પટેલે આપઘાત કર્યો છે. આમ 4 દિવસમાં જ બે નેતાઓએ આપઘાત કરતા કોઠાવ ગામમાં ચકચાર મચી ગઇ છે અને બંનેના આપઘાતને લઇને કોઇ કનેક્શન છે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઇ છે. પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે.