એક જ પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પર અડગ બે સગી બહેનો !

love triangle
Last Modified ગુરુવાર, 8 એપ્રિલ 2021 (07:17 IST)

બે છોકરીઓ એક જ યુવાન સાથે લગ્ન કરવા ઇચ્છતી હોય એવુ તો તમે સાંભળ્યું જ હશે કે, પરંતુ મેરઠની બે સગી બહેનો કરવા મક્કમ છે. બે સગીર બહેનો ઘરમાંથી ભાગીને ગંગાનગર પોલીસ મથકે પહોંચી. બ્નેયે પોલીસને વિનંતી કરી કે તેમના લગ્ન એક જ પ્રેમી સાથે કરાવી દેવામાં આવે.

ગંગાનગર પોલીસ મથકે પહોંચેલી બંને બહેનોએ જણાવ્યું હતું કે તેઓ ઘરેથી ભાગીને આવી છે. . બંને એક યુવક સાથે પ્રેમમાં છે, જે બીજી જાતિનો છે. તે બંને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ સાંભળીને પોલીસ ચોંકી ગઈ. પોલીસે તેમને લાંબા સમય સુધી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત બની નહીં. બંને બહેનોએ ધમકી આપી કે જો તેમના લગ્ન એક જ યુવાન સાથે નહી થાય, તો તે કંઇ પણ કરી શકે છે.

પોલીસે તેમના પરિવારના સભ્યોને બોલાવી સમગ્ર મામલાની જાણકારી આપી હતી. જેના પર સગાસંબંધીઓ પણ ગંગાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસ અને સબંધીઓ બંને સમજાવવાની ખૂબ કોશિશ કરી. હાલમાં પરિવારે બંનેને સમજાવીને ઘરે લઈ ગયા છે.


આ પણ વાંચો :