શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (22:41 IST)

લિફ્ટ આપવાને બહાને યુવતી સાથે કારમાં ગેંગરેપ, આરોપી ફરાર

હરિયાણાના ગુરુગ્રામની એક યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુવતી સવારે ત્રણ વાગ્યે સહારા મોલની સામે કેબની રાહ જોતી હતી. ત્યારબાદ કેટલાક બદમાશોએ તેને કેબમાં લિફ્ટ આપવાના બહાને કારમાં બેસાડીને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ગુરુગ્રામના માનેસર યુવા પોલીસ મથકમાં ગેંગરેપનો કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ આરોપીની ધરપકડ હજી થઈ નથી. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.
 
24 વર્ષની યુવતી સાથે ગેંગરેપ
 
પીડિતાએ કહ્યું કે તેને દિલ્હી જવું છે, તેથી તે વહેલી સવારે ત્રણ વાગ્યે બહાર આવી અને કેબમાં બેઠેલા ત્રણ છોકરાએ તેને લિફ્ટ આપી…. બદમાશો તેને દિલ્હી લઈ જવાને બદલે તેને ઝજ્જર લઈ ગયા. પીડિતાએ જણાવ્યું કે કેબમાં પહેલાથી ત્રણ યુવકો હતા. ઝજ્જર પહોંચતા જ આ જૂથમાં વધુ બે યુવકો જોડાયા હતા. આ લોકોએ યુવતીને કેબની અંદર બંધ કરી એક ઝાડ નીચે બેસી દારૂ પીધો હતો.આ પછી, સવાર સુધી યુવતીને બંધક બનાવી હતી અને તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો