શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 એપ્રિલ 2021 (18:53 IST)

કોરાનાનો કહેર: કેનેડાથી પરત ફરેલા ગુજરાતી દંપત્તિ દિલ્હી પહોંચતાં જ ધરપકડ, જાણો કારણ

ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસે દિલ્હીમાં એક દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા દંપત્તિ 16 વર્ષ પહેલાં જુગાડ કરીને કોઇપણ પ્રકારે કેનેડા પહોંચી ગયા હતા. ત્યારથી મિયાં બીબી કેનેડામાં જ નોકરી કરી રહ્યા હતા. કોરોનાકાળમાં કેનેડામાં નોકરી જતી રહી. જોકે કેનેડાએ બંનેને ભારત પરત મોકલી દીધા. ભારત પહોંચતાં જ દિલ્હી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. હાલ દિલ્હી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. હાલ દિલ્હી પોલીસની ટીમને લઇને ગુજરાત ગઇ છે. જેથી આ દંપતિ 16વર્ષ પહેલાં કેવી રીતે કેનેડા પહોંચ્યું હતું તે જાણી શકાય. 
 
દંપત્તિની ધરપકડની પુષ્ટિ આઇજીઆઇ એરપોર્ટ ડીસીપી રાજીવ રંજને કરી છે. જાણકારી અનુસાર ધપરપકડ કરાયેલ દંપત્તિનું નામ ભગૂભાઇ (63) અને તેમની પત્ની રંજનબેન (60) છે. ધરપકડ બાદ પોલીસ દ્રારા કરવામાં આવેલી પૂછપરછમાં દંપત્તિએ જણાવ્યું કે તે 2006માં કેનેડા ગયા હતા. ત્યારે પાસપોર્ટમાં એન્ટ્રી ચેક કરી તો પોલીસને શંકા ગઇ. કેનેડામાં પતિ પત્ની એક રેસ્ટોરેન્ટમાં નોકરી કરતા હતા. જ્યારે પોલીસે ઉંડી તપાસ કરી તો જાણવા મળ્યું કે 16 વર્ષ પહેલાં પહેલાં કેનેડા ગયા હતા. 
 
ગત વર્ષે એટલે કે 2020 માર્ચથી કોરોનાની મહામારીએ જ્યારે દુનિયાને ઘેરી તો, તેની અસર કેનેડામાં પણ જોવા મળી હજારો લોકોની નોકરીઓ જતી રહી. નોકરી ગુમાવનારાઓમાં આ દંપત્તિ પણ સામેલ હતું. જોકે જ્યાં સુધી નોકરી કરી હતી ત્યાં સુધી કેનેડા વર્ક પરમિટ ઇશ્યૂ કરવામાં આવતી રહી. બેરોજગાર બનતાં જ કેનેડાએ બંનેને પરત ભારત મોકલી દીધા. 3 એપ્રિલના રોજ જ્યારે કપલ દિલ્હી સ્થિત આઇજીઆઇ એરપોર્ટ પર પહોંચ્યા તો તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી તો ભાંડો ફૂટ્યો. 
 
હાલ આ અંગે એરપોર્ટ પોલીસ તપાસને આગળ વધારવા માટે એફઆરઆરઓ ઓફિસની મદદ માંગી છે. જેથી ખબર પડે કે આખરે 16 વર્ષ પહેલાં ભારતથી કેનેડા કોના નામે પહોંચ્યા હતા. તો બીજી તરફ ડીસીપી એરપોર્ટના અનુસાર તેમાં એજન્ટ દ્રારા છેતરપિંડી કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દંપત્તિએ જે જાણકારી આપી છે તેને આગળ વધારવા સંબંધી તમામ તથ્યો તથા જાણકારી એકઠી કરવામાં દિલ્હી પોલીસની એક ટીમ ગુજરાત મોકલી છે. દિલ્હી પોલીસના અનુસાર દંપત્તિ સર્ટિફિકેટ પર કેનેડા પરત ફરી રહ્યા છે.