દોસ્તી માટે થેક્યુ યાર
જીવનમાં એક પાક્કા દોસ્તના રૂપમા મારો
પહેલો અને છેલ્લો મિત્ર તુ છે
દોસ્તી માટે થેક્યુ યાર
મે જેવા વિચાર અને આચાર
ધરાવુ છે એ બધા સંસ્કાર
મે તારામાં જોયા છે
વિશ્વાસ માટે થેક્યુ યાર
મે કર્યો ગુસ્સો અનેકવાર તારા પર
પણ મે જ્યારે તને યાદ કર્યો
તો તુ રહ્યો હંમેશા હાજર
એક પાગલ સાથે દોસ્તી માટે થેંક્યુ યાર
બદલાશે હંમેશા જમાનો
બદલાશે તારી અને મારી પરિસ્થિતિ
પણ સદા રહેશે મનમાં એક સુખદ અહેસાસ
કે મે તારા જેવાને મિત્ર બનાવ્યો
એ માટે હવે મને પણ કહે થેંક્યુ યાર
હેપી ફ્રેંડશિપ ડે