શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 7 ઑગસ્ટ 2021 (11:57 IST)

અમદાવાદ અને કુડાલ વચ્ચે ચાલશે ગણપતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કુડાલ વચ્ચે ગણપતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે-
 
ટ્રેન નં. 09418/09417 અમદાવાદ-કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09418 અમદાવાદ-કુડાલ સ્પેશિયલ તારીખ 7 અને 14 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સવારે 09:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:00 વાગ્યે કુડાલ પહોંચશે. એ જ રીતે, વાપસીમાં ટ્રેન નંબર 09417 કુડાલ-અમદાવાદ સ્પેશિયલ તારીખ 8 અને 15 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સવારે 7:00 વાગ્યે કુડાલથી ઉપડશે અને બીજા દિવસે 03:15 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વડોદરા, ઉધના, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલૂન, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કનકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સીટિંગના રિઝર્વ કોચ રહેશે.
 
ટ્રેન નંબર 09418 નું બુકિંગ 11 ઓગસ્ટ 2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
 
મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
 
8 ઓગસ્ટ થી સાબરમતી-જોધપુર સ્પેશિયલ ટ્રેન સાબરમતી થી 20 મિનિટ વહેલા રવાના થશે
અમદાવાદ ડિવિઝનના આંબલિયાસન સ્ટેશન પર ગેજ રૂપાંતરણ કાર્યને કારણે સાબરમતી અને જોધપુર વચ્ચે દોડતી ટ્રેન નં. 04822 સાબરમતી-જોધપુર સ્પેશિયલ તારીખ 08 ઓગસ્ટ 2021 થી તેના નિર્ધારિત સમય 07:00 વાગ્યે ને બદલે 06:40 વાગ્યે (20 મિનિટ પહેલા) સાબરમતીથી રવાના થશે.