શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (18:59 IST)

Pm Modi - 7200 ડાયમંડથી PM મોદીનું અનોખું પોટ્રેટ

Unique portrait of PM Modi
Pm Modi Birthday- સુરતમાં ડાયમંડ સિટીના આર્કિટેક્ટે ત્રણ પ્રકારના 7200 ડાયમંડનો ઉપયોગ કરી વડાપ્રધાન મોદીનું પોર્ટ્રેટ બનાવ્યું . 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 73મો જન્મ દિવસ ઉજવાશે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ દેશની શાખા વિશ્વમાં વધવાને કારણે અનેક લોકો પ્રધાનમંત્રીના ફેન્સ બન્યા છે. ત્યારે સુરતમાં પ્રધાનમંત્રીના એક ચાહકે 7200 જેટલા હીરાથી તેમનું પોર્ટ્રેટ બનાવ્યું છે. આ પોર્ટ્રેટ તેઓ પ્રધાનમંત્રીને ભેટ આપવા ઈચ્છે છે. 

સુરતના વિપુલ જેપીવાલા વ્યવસાયે આર્કિટેક્ટ એન્જિનિયર છે, પરંતુ થોડા સમયથી તેમને કંઈક અલગ કરવાની ઉત્કંઠા મનમાં જાગી અને તેમણે અલગ પ્રકારના પોર્ટ્રેટ બનાવવાના શરૂ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઝરીમાંથી વિવિધ પ્રકારના પોર્ટ્રેટ તેમણે બનાવ્યા. આમ તો સુરતનો જરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત છે અને એ જરીથી તેમણે પ્રધાનમંત્રીના 9થી વધુ પોટ્રેટ તૈયાર કર્યા હતા. પ્રધાનમંત્રીના પોર્ટ્રેટ તૈયાર કરીને તેમને ભેટ આપવાની તેમની ઈચ્છા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સપ્ટેમ્બર માસમાં જન્મદિવસ આવે છે. 17મી સપ્ટેમ્બરે દેશમાં અને વિશ્વમાં વસતા ભારતીય દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીની જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરતના આ કલાકારને પણ કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ હતી.આમ તો સુરત વિશ્વમાં ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત બન્યું છે. ત્યારે વિપુલભાઈને પણ ડાયમંડથી પ્રધાનમંત્રીની પોર્ટ્રેટ તૈયાર કરવાની ઈચ્છા થઈ હતી. વિપુલ જેપી વાલા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પોર્ટ્રેટ બનાવતા આશરે સાડા ત્રણ મહિનાનો સમય થયો.

આને બનાવવા માટે વિવિધ પ્રકારના ત્રણ કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડમાં દાઢી અને વાળ માટે સફેદ કલર, ચહેરા માટે સ્કીન કલર અને સૂટ માટે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ડાયમંડને ચોટાડવા માટે ખાસ પ્રકારના ગમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડાયમંડ લાંબો સમય સુધી ચોટેલા રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટ લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પોતાના જીવનના 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેથી આ પોર્ટ્રેટમાં 7200 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિપુલ જેપીવાલા દ્વારા બનાવવામાં આવેલા આ પોર્ટ્રેટને તેઓ જાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ કરવા ઈચ્છી રહ્યા છે. જો તેઓ જાતે ન પહોંચી શકે તો આ પોર્ટ્રેટ તેમને પહોંચાડવાની ઈચ્છા છે