શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (12:02 IST)

કચરામાંથી વિજળી પેદા કરવા વાપી કંમ્પોઝ પ્લાન્ટ પર 125 કરોડના કરાર

રાજયમાં ઉત્પન્ન થતા ઘનકચરાના નિકાલની સમસ્યા ઉકેલવવા સરકારે કચરામાંથી વિજળી પેદા કરવાના અનેક પ્રોજેકટોને મંજુરી આપી છે. જાન્યુઆરી 2017ના વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વાપી પાલિકાએ એક ખાનગી કંપની સાથે વેસ્ટ ટુ એનર્જીનો એમઓયુ કર્યો હતો.125 કરોડના પ્રોજેકટના કારણે વાપી શહેરના કચરામાંથી વિજળી પેદા કરાશે. આ વિજળીને સરકાર ખરીદીને લોકો સુધી પહોંચાડશે.

આ પ્રોજેકટ અંગે 27 એપ્રિલે મળનારી સામાન્ય સભામાં ચર્ચા વિચારણાં કરી ફાઇનલ નિર્ણય લેવાશે. જો કે અગાઉ ચંડોરના કમ્પોઝ પ્લાન્ટના અનેક પ્રોજેકટો નિષ્ફળ ગયાં છે. મોટાભાગનાં શહેરોમાં સ્થિતિ છે ત્યારે હવે રાજ્ય સરકારે કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ હાથ ઉપર લીધો છે. રાજયમાંથી નીકળતા કચરામાંથી 112 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. જેના કારણે 80 ટકા કચરાનો નિકાલ થઈ જશે અને માત્ર 20 ટકા જેટલો કચરો બાકી રહી શકશે. વાપી પાલિકા દ્વારા મે.આલ્કોઆ ગ્રીનટેક ઇન્ડિયા પ્રા.લિ. સાથે વેસ્ટ ટુ એનર્જી માટે આરોગ્ય વિભાગે એમઓયુ કર્યા છે. અંદાજે 125 કરોડના પ્રોજેકટની હાલ કવાયત હાથ ધરાઇ છે. વાપી કંમ્પોઝ પ્લાન્ટ ખાતે શહેરના એકત્ર થયેલા કચરામાંથી વિજળી પેદા કરવામાં આવશે. આ વિજળીને ખુદ રાજય સરકાર જ ખરીદી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે.