વડોદરામાં ડંપરે સ્કુટી સવાર માતા-પુત્રીને કચડી, હેરાન કરી દેનારો હૈ હિટ એંડ રનનો CCTV
વડોદરાના વાઘોડિયા તાલુકાના માલોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ડમ્પરની ટક્કરથી એક્ટિવા પર સવાર માતા અને પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં ૧૨ વર્ષની પુત્રી કાવ્યા પટેલનું મોત નીપજ્યું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ ભાગી ગયેલા ડમ્પર ચાલકની વાઘોડિયા પોલીસે શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના 27 માર્ચે બની હતી, જેની ફરિયાદ શુક્રવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
દુર્ઘટનામાં એક છોકરીનું મોત
આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો અને જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રાઈવર ડમ્પરને પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો અને માતા-પુત્રીને ટક્કર મારી હતી. આ ઘટનામાં, મૃતક કાવ્યાના પિતા, જે દુબઈમાં રહે છે, તેમને ઘટનાની જાણ કરવામાં આવી છે. હિટ એન્ડ રનની ઘટનાઓ પછી પણ વાહનોની ગતિ ઓછી થઈ રહી નથી.
આ બનાવ અંગે અકસ્માતનો ભોગ બનેલી કાવ્યાના મામા કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે કાવ્યા ધોરણ 7માં અભ્યાસ કરતી હતી અને જીલ ધોરણ 4માં અભ્યાસ કરે છે. બંને વાઘોડિયા ખાતેની એક જ સ્કૂલમાં છે. બહેન તેની દીકરીને લઇ મારા ઘરે આવતી હતી એ દરમિયાન આ ઘટના બની હતી. મારા બનેવી સાઉદી અરબમાં હતા. ઘટનાની જાણ કરતાં તેઓ મોડીરાત્રે આવી ગયા હતા. આજે કાવ્યાના પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.