1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Vadodara liquor party viral video

ગુજરાતમાં ફરી એક વાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, વડોદરામાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં

liquor party
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં સીકલીગર ગેંગના કેટલાક લોકોએ દારૂ પાર્ટી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સિકલીગર બોલે છે કે, મજા લે રહે હૈ, ફુલ એન્જોય, સબકો સતશ્રીયા કાલ ભાઇ. એક તબક્કે ભાન ભૂલેલો સિકલીગર બાળકના હાથમાં બોટલ થમાવી દે છે. આ વીડિયો વાયરલ થતા જ વડોદરા પોલીસ એક્શનમાં આવી હતી. અને પાર્ટીમાં ફુલ એન્જોય કરતા ચારને દબોચી લેવામાં આવ્યા હતા.
 
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વડોદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કુંભારવાડા પોલીસે ચારેય આરોપીને ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપ્યા હતા. બાપોદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ વીડિયોમાં આરોપીઓ પાસે એકથી વધુ દારૂની બોટલ હતી. જેથી આ લોકો દારૂ વેચવા માટે લાવ્યા હોવાનું લાગી રહ્યું છે. સાથે સાથે સોડાની બોટલ અને નાસ્તાનાં પડીકાં પણ જોવા મળે છે. જેથી તેઓ દારૂની મહેફિલ કરી રહ્યા હોવાનું પણ લાગે છે.
 
બાપોદ પોલીસે પહેલાં ત્રણ શમશેરસિંગ હરજિતસિંગ દુધાણી (ઉં.વ. 30, રહે. નહેરૂચાચા નગર, મહાકાળી મંદિર પાસે, ખોડિયારનગર ચાર રસ્તા, વડોદરા) કાલુસિંગ ચરણસિંગ દુધાણી (રહે. ભુડવાડા વારસીયા, વડોદરા) અને મહેન્દ્રસિંહ ઉર્ફે કલ્લુસિંગ ખજાનસિંગ અંધ્રોલી (રહે. પીળા વુડા વૈકુંઠની સામે, બાપોદ, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. બાદમાં અન્ય એક આરોપી રવિસિંગ હરજિતસિંગ ઉર્ફે મદનલાલ દુધાણી (રહે, મ.નં. 5, ચાચા નહેરૂનગર, કમલાનગરની પાસે, આજવા રોડ, વડોદરા)ની ધરપકડ કરી હતી. પોલીસે હાલ ચારેય સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આગળનો લેખ
સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?