શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જૂન 2018 (16:17 IST)

શાળાના શૌચાલયમાં વિદ્યાર્થીએ જ બીજા વિદ્યાર્થીની હત્યા કરી

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયમાં સ્ટુડન્ટની ઘાતકી હત્યાથી ચકચાર મચી જવા પામી છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી વિદ્યાલયના શૌચાલયમાંથી નવમાં ધોરણમાં ભણતા દેવ ભગવાનદાસ તડવી નામના સ્ટુડન્ટનો મૃતદેહ આજે બપોરના સમયે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી. સ્ટુડન્ટને પેટ અને ગળાના ભાગે ચાકુના ઘા માર્યા બાદ દિવાલ સાથે માથુ પછાડીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ સ્ટુડન્ટના મૃતદેહને જોઇને સ્તબ્ધ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકોના ટોળા સ્કૂલમાં એકત્ર થઇ ગયા હતા. પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. અને પોલીસે સ્કૂલ તરફનો રસ્તો પણ બંધ કરાવી દીધો હતો. રી ભારતી વિદ્યાલયની દિવાલ પાસે આવેલા મંદિરની છત પરથી સ્કૂલ બેગમાં મળી આવી હતી અને સ્કૂલ બેગમાંથી ચાકૂ ઉપરાંત બે પંચ અને બોટલમાંથી મરચાની ભૂકીવાળુ પાણી મળી આવ્યુ છે. સંજય ચુનારા નામના ધો-10ના સ્ટુડન્ટે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.