સોમવાર, 1 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (15:09 IST)

વડોદરાના સ્વીમીંગના ખેલાડીઓએ ૧૧ ગોલ્ડ, ૩૦ સિલ્વર અને ૪૪ બ્રોન્ઝ સહિત ૮૫ મેડલ્સ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ

vadodara swimming
વડોદરાના સ્વીમીંગના ખેલાડીઓ દ્વારા અમદાવાદ તા.૧૮ થી તા.૧૯ સપ્ટેમ્બર-૨૦૨૧ સુધી સબ જુનિયર અને જુનિયર એક્વેટિક ચેમ્પિયનશિપ-૨૦૨૧ અમદાવાદ ગોતા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વડોદરાના સ્વીમીંગ ખેલાડીઓએ કુલ ૮૫ મેડલ્સ મેળવ્યા છે. ૧૧ ગોલ્ડ, ૩૦ સિલ્વર અને ૪૪ બ્રોન્ઝ સહિત ૮૫ મેડલ્સ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે. 
 
આ ખેલાડીઓને એસએજીના કોચશ્રી વિવેકસિંહ બોરલીયા, ક્રિષ્ના પંડ્યાઅને ટ્રેઇનર બિપીનકુમારઅને સુબોધકુમારે પ્રેક્ટિસ કરાવી હતી. વડોદરાના સ્વીમીંગના ખેલાડીઓએ ૧૧ ગોલ્ડ, ૩૦ સિલ્વર અને ૪૪ બ્રોન્ઝ સહિત ૮૫ મેડલ્સ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.