1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (14:55 IST)

20 દિવસમાં સીએનજી ગેસના ભાવમાં 6.70 રૂપિયાનો વધારો, મોંઘવારી તળે મધ્યમ વર્ગ દબાયો

ગત થોડા દિવસોની નેચરલ ગેસના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યારબાદ પીએનજી અને સીએનજીના ભાવ વધારાની સંભાવના કરવામાં આવી રહી હતી . ત્યારે છેલ્લાં 20 દિવસમાં ગેસના ભાવમાં પણ રૂ. 6.70 પૈસાનો વધારો ઝીંકાતા જિલ્લામાં લોકોને દરરોજ અંદાજે રૂ. 2.5 લાખનો બોજો આવી પડ્યો છે. 
 
ઓક્ટોબર મહિનામાં બે વાર સીએનજીના ભાવમાં વધરો થયો છે. સીએનજીના ભાવ 1 કિલો 61 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જેની સીધી અસર આમ જનતા પર પડી રહી છે. કારચાલકોના ખિસ્સાનો ભાર વધી ગયો તો બીજી તરફ ટ્રાંસપોર્ટ સર્વિસ મોંઘું બનશે જેના લીધે મોંઘવારી વધશે. શહેરના રિક્ષાચાલકો ભાડા વધારાના મૂડમાં છે. 20 દિવસ પહેલા 1 કિલોએ રૂ. 54.70 પૈસા ભાવ હતો. જે વધીને હાલ એક કિલોએ રૂ. 61.40 પર પહોંચી ગયો છે. આમ એક કિલોએ 6.70 રૂપિયાનો વધારો ધ્યાને આવ્યો હતો. 
 
દરરોજ રૂ. 6.70 પૈસાના વધારા સાથે જિલ્લાના લોકોને દરરોજનું 2.50 લાખનું ભારણ વધી ગયુ છે. જ્યારે જિલ્લામાં હાલમાં પણ વર્ષોથી એકના એક ભાડામાં ચાલતા રિક્ષા સહિતના ચાલકોને પણ એ જ ભાડામાં પોતાનો વ્યવસાય કરવાનો વારો આવ્યો છે જેની સામે ગેસના ભાવ વધતા મુશ્કેલી સર્જાઇ છે.
 
જો કે સરકારે 30 સ્પટેબરના રોજ નેચરલ ગેસ અથવા ડોમેસ્ટીક ગેસના ભાવમાં 62 ટકાના ભાવ વધારાની જાહેરાત કરી હતી. ઓક્ટોબર-માર્ચ છ માસ માટે નેચરલ ગેસના ગેસના ભાવમાં વધારો થયો છે. એપ્રિલ થી સપ્ટેમ્બર 2021 છ માસિમ માટે આ કિંમત 1.79 ડોલર પ્રતિ MMBTU હતી. 
 
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બાદ નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. એટલા માટે ઘરેલૂ બજારમાં ભાવ વધી ગયા છે. સરકારે છ મહિનામાં ગેસના ભાવની સમીક્ષા કરી ભાવ નક્કી કરે છે. નેચરલ ગેસના ભાવ વધતાં ફર્ટિલાઇઝર એટલે કે ખાદ્ય બનાવનાર કંપનીઓનો ખર્ચ પણ વધે છે. કારણ કે આ કંપનીઓ ખાદ્ય બનાવવામં નેચરલ ગેસનો ઉપયોગ કરે છે. જોકે સરકારે તેના માટે સબિસિડી આપે છે.