મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (09:54 IST)

ભાવનગરના 8 વર્ષના અદ્વૈતે વિશ્વના સૌથી ઊંચા હિન્દુ મંદિર ચંદ્રશીલાની ટોચ સર કરી

ભાવનગરના આઠ વર્ષના અદ્વૈતસિંહ ચૂડાસમાએ 4000 મીટર પર વિશ્વના સૌથી ઊંચાઈ પરના આવેલા શિવમંદિરની ચંદ્રશીલાની ટોચ સર કરી હતી. વર્તમાન પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે પણ દરેક ટ્રેક પૂર્ણ કર્યા હતા. યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત ચોપતા તુંગનાથ ટ્રેક પોસ્ટ વિભાગમાં કાર્યરત દસ કર્મચારી સાથે આઠ વર્ષના અદ્વૈતસિંહ ચૂડાસમાએ પણ પૂર્ણ કરેલો છે. અદ્વૈતએ પાંચ દિવસના ટ્રેકમાં અંદાજિત 65 કિલોમીટરનો ટ્રેક કરેલો છે. ટ્રેકિંગના પ્રથમ દિવસે દેવરીતાલનો 4 કિમીનો ટ્રેક તેમજ બીજા દિવસે ચોપતાનો 20 કિમીનો ટ્રેક ઊર્જા સાથે પૂર્ણ કરેલો હતો અને ત્યાર બાદ ત્રીજા દિવસે 4000 મીટરની ઊંચાઈ પર આવેલા વિશ્વના સૌથી ઊંચા હિન્દુ મંદિર તુંગનાથ મહાદેવનાં દર્શન પણ કર્યાં બાદ ચંદ્રશીલાની ટોચ સર કરી હતી. ત્યાંથી 360 ડીગ્રીના વ્યૂ સાથે કેદાર પર્વત, ચૌખંભા પર્વત, નંદાદેવી પર્વત અને ભગીરથી પર્વતનાં દર્શન પણ કર્યાં હતાં, સાથે સાથે વિષમ વાતાવરણમાં સમગ્ર ગ્રુપ દ્વારા કેદારનાથ મહાદેવનાં દર્શન પણ ટ્રેક દ્વારા જ કરવામાં આવ્યાં હતાં, જેમાં પણ અદ્વૈત દ્વારા 6 કિમી બાદ કરતાં કુલ 26 કિમીનો ટ્રેક કરીને કેદારનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં. કેદારનાથ મહાદેવ ખાતે હાલ વાતાવરણની અનિશ્ચિતતા ઊભી થતાં ટ્રેક બાદ સમગ્ર ગ્રુપની દૃઢ ઈચ્છાશક્તિથી વાતાવરણ સાનુકૂળ થતાં એક જ દિવસમાં કેદારનાથ દર્શન કરીને પરત જંગલ ચટ્ટી પરત આવી ગયા હતા, જેમાં ટ્રેકમાં આઠ વર્ષનાં અદ્વૈતસિંહ ચૂડાસમા ઉપરાંત કરણસિંહ ચૂડાસમાં, વિશાલ જાદવ, સિદ્ધાર્થ વ્યાસ, ભાવેશ કુવાડિયા, રણજિત પરમાર, ચિરાગ કલથીયા, નવલ જાદવ, જયેશ પટેલ, હાર્દિક મીર અને હરિશ્ચંદ્રસિંહ ગોહિલે પણ સફળતાપૂર્વક ટ્રેક પૂર્ણ કર્યો હતો.કડકડતી ઠંડી અને બરફ વર્ષા વચ્ચે 8 વર્ષનો અદ્વૈત જે રીતે હિંમતપૂર્વક ટ્રેકિંગ કરી રહ્યો હતો તેને જોઈને 45 વર્ષ અને 50 વર્ષના પ્રૌઢ ટ્રેકરોને પણ જુસ્સો ચઢતો હતો અને ‘જો આટલો નાનો બાળક ચડી શકે તો આપણે કેમ નહીં