શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (13:08 IST)

મોદી જશે જી20 શિખર સંમેલનમાં- G20 Summit: 30 ઓક્ટોબરે યોજાશે જી-20 શિખર સંમેલન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન ઈટાલીમાં ૩૦મી ઑક્ટોબરથી શરૂ થઈ રહેલી બે દિવસની જી-૨૦ સમિટમાં કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સામેની લડત, અફઘાનિસ્તાનમાં સ્થિતિનો સામનો કરવા સંયુક્ત વૈશ્વિક અભિગમ પર ભાર મૂકશે. 
 
જી-૨૦ સમિટમાં પીએમ મોદી કોરોના મહામારી, વૈશ્વિક ગરીબી, વિશ્વમાં અસમાનતા જેવા પડકારજનક મુદ્દાઓ પર ચર્ચા કરશે
 
વડાપ્રધાન મોદી વિશ્વ જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેની સામે લડવાનો ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરે તેવી શક્યતા છે અને તેઓ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સ્થિતિ તેમજ કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની સ્થિતિ અંગે સંયુક્ત અભિગમ અપનાવવા હાકલ કરે તેવી અપેક્ષા છે. પીએમ મોદી આઠમી જી-૨૦ બેઠકમાં હાજરી આપશે.