શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (11:52 IST)

કોણે બોલાવ્યો SRKને પાકિસ્તાન?- પાકિસ્તાનનો આ વ્યક્તિ શાહરૂખને પાકિસ્તાન બોલાવી રહ્યો છે

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ પછી ખૂબ ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનના સ્ટાર્સ શાહરૂખ ખાનના સમર્થનમાં છે. આર્યન ખાનને હજુ સુધી જામીન નહી મળી છે.
 
હાલમાં જ એક પાકિસ્તાની એન્કરે કહ્યું છે કે શાહરુખ ખાને ભારત છોડીને પાકિસ્તાન આવવું જોઈએ. જો કે, તેના ટ્વીટ બાદ પાકિસ્તાનીઓ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
ક્રૂઝ પર જઈ રહેલી રેવ પાર્ટીમાંથી આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી. એનસીબીનો આરોપ છે કે આર્યન ખાન ડ્રગ સિન્ડિકેટનો ભાગ છે. 23 વર્ષના આર્યન ખાનની ધરપકડનો મુદ્દો પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છવાઈ ગયો છે.
 
પાકિસ્તાનના હોસ્ટ વકાર ઝાકાએ ટ્વિટ કર્યું હતું કે, “શાહરુખ ખાન સર, ભારત છોડીને પાકિસ્તાનમાં તમારા પરિવાર સાથે સ્થાયી થઇ જાવ. નરેન્દ્ર મોદી સરકાર તમારા પરિવાર સાથે જે કરી રહી છે તે એકદમ ખોટું છે. હું શાહરૂખ ખાનની સાથે ઉભો છું. છું.” આ ટ્વીટ બાદ તેને ભારે ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.