સંબંધિત સમાચાર
- લોકડાઉનની સ્થિતીમાં ખાદ્ય સપ્લાય ચેઇન તૂટે નહી તે માટે CMએ ફલોર મિલ્સ-પલ્સ મિલ્સ સંચાલકો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ
- મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત, 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ અપાશે
- ગુજરાતમાં કોરોના અસરગ્રસ્ત લોકો સાથે મુખ્યપ્રધાને વીડિયો કોન્ફરન્સથી ચર્ચાઓ કરી
- જ્યોતિરાદિત્યનો નિર્ણય યોગ્ય, કૉંગ્રેસ અંદરોઅંદરની લડાઈમાં હોમાઈ ગઈ છે : વિજય રૂપાણી
- લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનતાં સદીઓ પહેલાનો સામુદ્રિક વ્યાપારી વારસો ઉજાગર થશે
ગુજરાતની 3 કંપની અમેરિકામાં ક્લોરોક્વિન નિકાસ કરાશે: મુખ્યપ્રધાન રૂપાણી
ગુજરાતની 3 કંપની અમેરિકામાં ક્લોરોક્વિન નિકાસ કરાશે: મુખ્યપ્રધાન રૂપાણી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતની ત્રણ ફાર્માસ્યુટિકલ કંપની, કેડિલા, મંગલમ અને વાઇટલ પોતાના ત્યાં બની રહેલા હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનો જથ્થો અમેરિકામાં નિકાસ કરશે. આ ત્રણેય કંપની પાસે થોડા સમયમાં જ 25 ટન જેટલી ક્લોરોક્વિન બની જાય તેવી ક્ષમતા છે. રૂપાણીએ જણાવ્યું કે આ કંપનીઓએ ગુજરાત માટે જરૂરી એવી એક કરોડ હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનનો જથ્થો અનામત રાખી દીધો છે.
મંગળવારે જ દિવ્ય ભાસ્કરમાં છપાયેલા એક્સક્લુઝિવ અહેવાલમાં જણાવાયું હતું કે અમદાવાદની ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની, વલસાડની મંગલમ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક્સ લિમિટેડ અને વડોદરાની વાઇટલ લેબોરેટરી પ્રાઇવેટ લિમિટેડ આ દવાનું ઉત્પાદન કરે છે. આ તમામ કંપનીઓ પાસે હાલ 19 લાખ ટેબ્લેટનો જથ્થો તૈયાર છે અને બાર કરોડ ટેબ્લેટ બની શકે તેમ છે.
રૂપાણીનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાના રાજદ્વારી સંબંધો હાઇડ્રોક્સિ ક્લોરોક્વિનના પૂરવઠાને લઇને વધુ તંગ બન્યા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ક્લોરોક્વિનનો જથ્થો માંગતા ભારતે આ દવાની નિકાસ પરના નિયંત્રણો વધુ કડક બનાવ્યાં હતાં. આ પગલાં વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત આના જવાબ માટે તૈયાર રહે. જો કે ભારત સરકારે ત્યારબાદ પોતાના માટે અને પાડોશી દેશો માટે આ દવાના જથ્થાને અનામત રાખી બાકીનો જથ્થો અમેરિકા મોકલાવવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ આ મામલે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકારણ ગરમાયું હતું.
આ સંદર્ભે રુપાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ભારત પાસે આ દવાની ખૂબ મોટી માંગ કરી છે. હવે જ્યારે કેન્દ્ર સરકારે આ દવાની નિકાસની પરવાનગી આપી છે, ત્યારે ગુજરાત આ દવાને અમેરિકા મોકલવા તૈયાર છે. ગુજરાતની આ ત્રણ કંપનીઓએ ઉત્પાદન શરુ કરી દીધું છે અને તેને જલ્દી અમેરિકા મોકલાશે.
