શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 7 માર્ચ 2021 (10:46 IST)

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ માતાના દર્શને પહોંચ્યા વિજય રૂપાણી, યાત્રાધામોને મળશે હવાઇસેવા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત પીઠ ધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન અંજલિ બહેન રૂપાણી સાથે આજે રવિવારે સવારે કર્યા હતા.
મુખ્યમંત્રીએ તાજેતરની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા વધુ જનહિત કામો કરવાની માતાજી શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસ ના રાહે આગળ વધતું રહે ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે માતાજીના કૃપા આશિષ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી
. તેમણે સૌના મંગલ ની વાંછના પણ માં અંબાજી સમક્ષ શ્રધ્ધાપૂર્વક કરી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી સોમનાથ પાલીતાણા દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રાધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી છે.
અંબાજીમાં આદ્યશકિત માં ના દર્શન કરી પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં મુખ્યમંત્રીએ કહ્યું કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી છે.
 મુખ્યમંત્રીએ યાત્રાધામ અંબાજીમાં ડેવલપમેન્ટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર  અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે.
વિજય રૂપાણીએ અંબાજીનો વેલ પ્લાન્ડ સિટી તરીકે વિકાસ કરીને આ પવિત્ર ધામના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિતની સેવા પૂરી પાડવા અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટીને વધુ સુદ્રઢ બનાવવાની પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
 તેમણે કહ્યું કે આ સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજવાનું પણ આયોજન કર્યું છે.